યહ પહનને વાલા નહીં જનાબ ખાને વાલા માસ્ક હૈ..! સોશિયલ મીડિયામાં વાયરલ

0
0

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દિધો છે.અને સાથે સાથે ભારત સરકાર દ્વારા લોકડાઉન જારી કરવામાં આવ્યું હતું. જેથી કરીને કોરોનાને રોકી શકાય અને સરકારે લોકોને માસ્ક પેહરવાની અપીલ પણ કરી હતી જેથી કરીને કોરોના સામે રક્ષણ મેળવી શકાય પરંતુ અમુક લોકો માસ્ક વિના બહાર નીકળી રહ્યા છે. ત્યારે તમિલનાડૂની એક રેસ્ટોરંટે માસ્ક આકારના પરાઠા બનાવાનું શરુ કર્યું છે. સાથે સાથે કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે આ કિમીયો અપનાવામાં આવ્યો છે.

https://twitter.com/ArjunNamboo/status/1280760976707481602?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1280760976707481602%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fgujarati.netdakiya.com%2Fthis-is-not-a-wearing-mask-but-a-wearing-mask-viral-in-social-media%2F

તમિલનાડૂના મદુરાઈમાં એક રેસ્ટોરંટ છે ટેમ્પલ સિટી, જે પોતાના માસ્ક આકારના પરાઠા માટે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. આ પરાઠા બનાવવા પાછળ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ્ય લોકોને કોવિડ-19 વિશે જાગૃત કરવાનો છે. એસ, સતીશ ટેમ્પલ સિટીના પરાઠા માસ્ટર છે. જે કહે છે કે, તેમણે ટ્રેડિશનલ વીચ્ચૂ પરાઠાની ડિઝાઈનને સર્જિકલ માસ્કમાં ફેરવ્યુ છે. જેની તસ્વીર ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

રેસ્ટોરન્ટના માલિક કે.એલ કુમાર જણાવે છે કે, જ્યારે લોકડાઉન બાદ તેમની રેસ્ટોરન્ટ ખુલી ત્યારે કેટલાય લોકો માસ્ક પહેર્યા વગર આવી રહ્યા હતા. ત્યારે આવા સમયે તેઓ લોકોને ફ્રીમાં માસ્ક આપતા હતા અને લોકોને સમજાવતા હતા. જ્યારે તેમણે જોયુ કે, કેટલાય લોકો જિલ્લામાં માસ્ક વગર ફરી રહ્યા છે. ત્યારે તેમણે જાગૃતતા ફેલાવવા માટે થઈને માસ્ક આકારના પરાઠા બનાવવાનું શરૂ કર્યું. જેની તસ્વીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here