ચૂંટણીપરિણામો પર સવાલ : ટ્રમ્પે કહ્યું- આ ઈતિહાસની સૌથી કપટી ચૂંટણી, તેમના કેમ્પેને હેરાફેરીના સાક્ષીઓને રજૂ કર્યા

0
8

US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. અમેરિકી મીડિયા મુજબ, ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન મોટા અંતરથી ચૂંટણી જીત્યા છે, પરંતુ ટ્રમ્પ આ જીતને માનવાનો ઈનકાર કરી રહ્યા છે. સોમવારે તેમણે ટ્વીટ કરી આ વખતની ચૂંટણીને ઈતિહાસની સૌથી કપટી ચૂંટણી ગણાવી છે.

ટ્રમ્પ કેમ્પેને ચૂંટણીમાં ગરબડી થઈ હોવાના આરોપને સાચા સાબિત કરવા માટે એક આઈટી વર્કરને સાક્ષી તરીકે સામે લાવ્યા છે. આઈટી વર્કરનો દાવો છે કે તેણે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોને વોટિંગ દરમિયાન ગરબડ કરતા જોયા હતા. ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે આ વર્કર જો બાઈડન દ્વારા ચૂંટણીમાં થયેલા ગોટાળાને નજરે જોનાર સાક્ષી છે.

વિડિયોમાં ગરબડ થઈ હોવાના દાવા

ડેટ્રોઈટની IT વર્કર મેલિસા કારોને એક વિડિયોની મદદથી પોતાની વાત કરી છે. આ વિડિયોમાં તે જણાવી રહી છે કે TCF સેન્ટરના પોલ વર્કર્સે 50 વોટનો એક જ બેચ 8થી 10 વખત કાઉન્ટર પર આપ્યો. મેલિસાને ડોમિનિયન વોટિંગ સિસ્ટમ દ્વારા બેલેટ કાઉન્ટિંગ મશીનો પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવી હતી.

તેનો દાવો છે કે 24 કલાકની શિફ્ટ દરમિયાન તેણે માત્ર બાઈડનના નામના જ વોટ જોયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે એક પણ વોટ ન હતો.

નકલી વોટ તૈયાર કરવાનો આરોપ

મેલિસાએ કહ્યું હતું કે વોટિંગ પ્રોસેસની કોઈ કાયદાકીય તપાસ ન થઈ. તેણે પોલ વર્કરને ડુપ્લિકેટ વોટ તૈયાર કરતાં અને જાહેરમાં પરિણામની ચોરી કરતાં જોયા છે. મેલિસાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે આ તમામ વાત તપાસ એજન્સી FBIને પણ જણાવી છે.

ટ્રમ્પ કેમ્પેનના વકીલ સિડની પોવેલને જણાવ્યું હતું કે તેઓ અને બીજા વકીલ ચૂંટણીમાં હેરાફેરી, મતમાં ફેરબદલ અને કેટલાક અધિકારીઓ અંગે પુરાવાઓ એકઠા કરી રહ્યા છે. તેણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મોટે પાયે દગાબાજી થવાની હતી. એ વાત નક્કી હતી કે આવું ડેટ્રોઈટ જેવા ડેમોક્રેટિક પાર્ટીના ગઢમાં કરવામાં આવશે, જ્યાં પહેલાંથી જ ભ્રષ્ટ મશીનરી ઉપસ્થિત છે.

પોલિંગ કંપની રેસમુસેન રિપોર્ટનો અહેવાલ આપતાં તેણે કહ્યું હતું કે બાઈડને ચાર રાજ્ય- મિલવોકી, એટલાન્ટા, ફિલાડેલ્ફિયા અને ડેટ્રોઈટમાં હિલેરી ક્લિન્ટનની તુલનાએ સારું પ્રદર્શન કર્યું છે. અહીં રજિસ્ટર્ડ વોટથી વધુ વોટિંગ થયું છે. આ જ કારણ છે કે ટ્રમ્પે અહીંનાં પરિણામોને માન્ય નથી રાખ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here