ગુજરાતમાં ટાપુઓના વિકાસને લઇને PMO રૂપાણી સરકાર પર આ કારણે છે ખફા

0
22
khabarchhe.com

ગુજરાતમાં આઇલેન્ડના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પહેલાં રૂપરેખા આપી હતી પરંતુ તે દિશામાં કોઇ કામ નહીં થતું હોવાથી પીએમઓએ રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું છે કે કેન્દ્રની યોજનામાં ઝડપથી કામ શરૂ કરો. પીએમઓએ કહ્યું હતું કે રાજ્ય સરકાર હજી સુધી આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એક્ટિવ કરી શકી નથી તે ગંભીર બાબતની અમે નોંધ લઇએ છીએ.

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે કેન્દ્રએ ગુજરાતને એવું કહ્યું છે કે માત્ર જાહેરાત નહીં પણ નક્કર કામ કરવું પડશે. સરકારે રાજ્યના 144 જેટલા આઇલેન્ડને ડેવલપ કરવા માટે કહ્યું છે પરંતુ માત્ર 10 આઇલેન્ડ પર કામ શરૂ થવું જોઇએ. જે આઇલેન્ડ ડેવલપ કરવાના છે તેમાં વિકાસ ઉપરાંત સલામતીના પાસાઓની પણ ચકાસણી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે 2015-16માં તેના સામાન્ય બજેટમાં જોગવાઇ કરી હતી. એ સમયે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા. તેમના ગયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇલેન્ડ ડેવલમેન્ટ માટે કોઇ કાર્યવાહી કરી નથી પરંતુ હવે પીએમઓનો આદેશ મળતા ઓથોરિટી રચવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ આ ઓથોરિટીએ હજી સુધી કામ શરૂ કર્યું નથી.

કેન્દ્રના નીતિ આયોગે ગુજરાતમાં 144 જેટલા આઇલેન્ડ શોધી કાઢ્યા છે અને ગુજરાત સરકારને તેનો વિકાસ કરવા માટે ચોક્કસ નીતિ બનાવવાની ભલામણ કરી હતી. 144 પૈકી 26 આઇલેન્ડ ખડકો અને દરિયાની વચ્ચે આવેલા છે. આ તમામ આઇલેન્ડનો અભ્યાસ કર્યા પછી નીતિ આયોગે ગુજરાતને કુલ છ આઇલેન્ડ પ્રથમ તબક્કામાં વિકાસ માટે શોધી આપ્યા હતા.

આ આઇલેન્ડમાં મામલિયામુર્ગાબેટ શાંખોદરપિરોટનસવાઇબેટપિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે આ સાથે કુલ 10 આઇલેન્ડ ડેવલપ કરવાનું વિચાર્યું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) એ આ આઇલેન્ડના વિકાસ માટેનો અભ્યાસ કર્યો છે અને હાલ રિપોર્ટ ફાઇલન સ્ટેજ પર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બોર્ડે વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ પણ કરી દીધો છે.

પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે ગુજરાત સરકારને ડાયરેક્ટ કહ્યું છે કે આઇલેન્ડના ડેવલપમેન્ટમાં શું થયું છે તેનો રિપોર્ટ મોકલી આપો અને આ દિશામાં આગળની કાર્યવાહી કરો. પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે જે ઓથોરીટી બનાવી છે તેમાં ચેરપર્સન તરીકે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. આ ઓથોરિટી પ્રવાસન વિકાસઆઇલેન્ડમાં સલામતી વ્યવસ્થાટ્રાન્સપોર્ટેશનની સુવિધાબંદરથી કનેક્ટિવિટી અને બાયો ડાયવર્સિટી જેવા મુદ્દાઓનો અભ્યાસ કરવાની છે.