Wednesday, April 17, 2024
HomeઅમદાવાદGUJARAT:માતાજીની આરાધના કરવાની આ છે સાચી રીત, જાણો પૌરાણિક માન્યતા

GUJARAT:માતાજીની આરાધના કરવાની આ છે સાચી રીત, જાણો પૌરાણિક માન્યતા

- Advertisement -

અમદાવાદ: ભારત વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રીનું અનોખું મહત્વ રહેલું છે. ચૈત્ર નવરાત્રી વસંત ઋતુમાં આવતી હોવાથી તેને વસંતી નવરાત્રી પણ કહેવાય છે. આ દિવસોમાં શક્તિની ઉપાસના, આરાધના અને જપ-તપ કરવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ત્યારે ચૈત્ર નવરાત્રી મનાવવા પાછળ જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ અંગે કથાકાર અશ્વિનભાઈ શુક્લએ  માહિતી જણાવી હતી.કથાકાર અશ્વિનભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, વસંત ઋતુમાં આવતી ચૈત્રી નવરાત્રીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ રહેલું છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી વગેરે દેવીના જુદા જુદા સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આપણે ત્યાં કહેવત છે કે, જે કરે ચૈત્રી તે જાય તરી, અને જ્યાં થાય ચૈત્રી ત્યા આવે મૈત્રી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular