યુસૈન બોલ્ટ કરતાં ઝડપી દોડ્યો ભેંસની રેસમાં કર્ણાટકનો આ માણસ, જાણો કેવો રેકોર્ડ બનાવ્યો

0
18

કર્ણાટકના 28 વર્ષિય શ્રીનિવાસ ગૌડાએ ભેંસની રેસમાં 13.62 સેકન્ડમાં 142.50 મીટર દોડીને 30 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. આટલા ઓછા સમયમાં દોડ કરીને તે કર્ણાટકની પરંપરાગત રમતમાં સૌથી ઝડપી દોડવીર બની ગયો છે. ટ્વિટર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, શ્રીનિવાસ નામના યુવાને આ રેસમાં 13.62 સેકન્ડમાં 142.50 મીટર પૂર્ણ કર્યું. આનો અર્થ છે કે, તેણે માત્ર અને 9.55 સેકંડમાં 100 મીટર પૂર્ણ કર્યું હશે. નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વ વિખ્યાત એથ્લેટ ઉસાઇન બોલ્ટે 100 મીટર રિલે રેસ 9.58 સેકન્ડમાં પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 28 વર્ષીય શ્રીનિવાસ માટે આ રેકોર્ડનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મોદાબીદ્રીના શ્રીનિવાસ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મોડાબિદ્રી વિસ્તારના છે. ટ્વિટર વપરાશકર્તાઓના દાવા મુજબ શ્રીનિવાસે કંબલા નામની ભેંસની રેસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેસ પાણી ભરેલા ડાંગરના ખેતરમાં યોજવામાં આવે છે.

શ્રીનિવાસની ક્ષમતા જોઇ તેને ઓલિમ્પિક્સમાં મોકલવા માંગતા સોશિયલ મીડિયા યુઝર્સ, તેમને ઓલિમ્પિકમાં મોકલવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે સરકારે શ્રીનિવાસને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.

જીત્યા બાદ શ્રીનિવાસે કહ્યું કે, પરંપરાગત રમતમાં રેકોર્ડ બનાવીને હું ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છું. મને કમ્બાલા ગમે છે જેનો શ્રેય મારી બંને ભેંસને જાય છે. તે ખૂબ જ ઝડપથી દોડી અને હું તેમની પાછળ દોડતો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here