Saturday, July 20, 2024
HomeરેસિપીRECIPE : ડાયાબિટીસનાં લોકો માટે ગુણકારી છે આ ખીચડી, અઠવાડિયામાં એકવાર ખાશો...

RECIPE : ડાયાબિટીસનાં લોકો માટે ગુણકારી છે આ ખીચડી, અઠવાડિયામાં એકવાર ખાશો તો સુગર કંટ્રોલમાં રહેશે

- Advertisement -

Khichadi recipe: દિવસેને દિવસે ડાયાબિટીસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસનાં લોકોએ ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આમ, તમે અઠવાડિયામાં એકવાર આ ખીચડી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં તમે ખાવાપીવાની બાબતમાં ધ્યાન આપતાં નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે સુગર વધે છે તેમ જ ઘટી જાય તો હેલ્થ વધારે ખરાબ થાય છે. આમ, આજે અમે તમને બાજરીની ખીચડીની રીત જણાવીશું. બાજરીની ખીચડી ડાયાબિટીસનાં લોકો માટે અનેક રીતે ગુણકારી છે. આ ખીચડી ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે રક્ત શર્કરાનાં સ્તરને નિયંત્રિત રાખે છે. તો જાણો બાજરીની ખીચડી કેવી રીતે ઘરે બનાવશો.

જાહેરાત

સામગ્રી
એક કપ બાજરી

અડધો કપ મગની દાળ

ત્રણ કપ પાણી

ક્રશ કરેલું આદુ

બે લીલા મરચા

ઝીણી સમારેલી ડુંગળી

એક ચમચી ઘી

અડઘી ચમચી જીરું

અડધી ચમચી હળદર

આ પણ વાંચો: ક્રિસ્પી દાળવડા બનાવવા નોંધી લો આ રીત, ખાવાની મજા આવશે

અડધી ચમચી લાલ મરચું

સ્વાદાનુંસાર મીઠું

કોથમીર

બનાવવાની રીત

બાજરીની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ બાજરી અને મગની દાળને બે વાર પાણીથી ધોઇ લો.

ત્યારબાદ કુકર લો અને એમાં બાજરી, મગની દાળ, પાણી, આદુ, લીલા મરચા અને મીઠું નાખીને મિક્સ કરી લો.

પછી કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 સીટી વગાડો.

કુકરની સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરીને પ્રેશર કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી રાહ જુઓ.

પ્રેશર રિલીઝ થઇ જાય પછી કુકરનું ઢાંકણ ખોલી દો.

હવે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો.

ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાખો.

હવે ડુંગળી સાંતળી લો.

ત્યારબાદ હળદર, લાલ મરચું અને મસાલા નાખીને એક મિનિટ માટે થવા દો.

હવે કુકરમાંથી ખીચડી કાઢીને આ પેનમાં એડ કરીને મિક્સ કરો.

પ્લેટમાં ખીચડી કાઢી લો અને કોથમીરથી સર્વ કરો.

બાજરીની આ ખીચડી ડાયાબિટીસનાં લોકો માટે ફાયદાકારક છે. આ ખીચડીમાં બનાવતી વખતે તમે તમને ગમતાં શાકભાજીનો એડ કરી શકો છો.

આ ખીચડી અઠવાડિયામાં એકવાર ખાવાથી ડાયાબિટીસના લોકોને ફાયદો થાય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular