Sunday, March 16, 2025
HomeNATIONALNATIONAL : આ નેતા શપથ ગ્રહણ સમારંભ જોવા પહોંચ્યા હતા અને બની...

NATIONAL : આ નેતા શપથ ગ્રહણ સમારંભ જોવા પહોંચ્યા હતા અને બની ગયા મોદી સરકારમાં મંત્રી, જાણો કેવી રીતે લાગી લૉટરી

- Advertisement -

ભાજપના નેતૃત્ત્વ ધરાવતી NDA સરકારમાં કોઇ પણ મુસ્લિમ નેતાને એન્ટ્રી મળી નથી. પીએમ મોદી સહિત કૂલ 72 મંત્રીમાંથી એક પણ મુસ્લિમ નથી પરંતુ લઘુમતી સમાજના 5 મંત્રી જરૂર છે. આ પાંચમાંથી એક મંત્રી જોર્જ કુરિયનની ચર્ચા થઇ રહી છે જે લોકસભા કે રાજ્યસભા કોઇ પણ સદનના સભ્ય નથી, તેમ છતા પણ તે લઘુમતી કલ્યાણ રાજ્ય મંત્રી છે. તે કેરળના છે અને ઇસાઇ સમાજમાંથી આવે છે. જોર્જ કુરિયનને મંત્રી પદ આપવા પાછળ ભાજપની કેરળમાં ઇસાઇઓને લલચાવવાની રણનીતિ બતાવવામાં આવી રહી છે. કેરળમાં હિન્દૂ, મુસ્લિમ અને ઇસાઇ ત્રણેય સમાજની સારી વસ્તી છે.

ભાજપને ખાસ કરીને હિન્દૂઓના એક વર્ગનું સમર્થન મળે છે. મુસ્લિમો વચ્ચે કોંગ્રેસની સારી પકડ છે જ્યારે ઇસાઇ મતના લોકો ડાબેરીના પક્ષમાં રહે છે. જોર્જ કુરિયનને જે રીતે મંત્રી પદ આપવામાં આવ્યું છે તેનાથી મોટાભાગના લોકો ચોકી રહ્યાં છે. આટલું જ નહીં ખુદ જોર્જ કુરિયન પણ તે સમયે ચોકી ગયા જ્યારે તેમને ખબર પડી કે આજે મંત્રી પદના શપથ લેવાના છે. જોર્જ કુરિયન અનુસાર, તે શનિવાર સાંજે મોદી સરકારના શપથ ગ્રહણ સમારંભના સાક્ષી બનવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

રવિવાર સવારે તે ચોકી ગયા જ્યારે તેમને ખબર પડી કે તે પણ મંત્રી પદના શપથ લેશે. કેરળમાં ભાજપ સાથે જોડાનારા ઇસાઇ સમાજના કેટલાક નેતા રહ્યાં છે છતા પણ કુરિયન પર જ વિશ્વાસ વ્યક્ત કરવાનું કારણ તે ભાજપ માટે વફાદાર રહ્યાં છે. RSSના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે તે જોડાયેલા રહ્યાં છે. આ સિવાય દાયકાઓથી ભાજપમાં સક્રિય છે, માટે તેમને તક આપવી એક રીતની વફાદારીનું ઇનામ પણ છે. આ સિવાય ઇસાઇ સમાજ વચ્ચે પોતાની વિચારધારામાં જ ઉછરેલા એક નેતાને પાર્ટી તૈયાર કરવા માંગે છે.

સાઇરો-માલાબાર કેથોલિક ચર્ચ સાથે જોડાયેલા જોર્જ કુરિયન કેરળમાં ઘણા સક્રિય રહ્યાં છે. તે રાજ્યમાં ઇસાઇ સમાજના લોકો વચ્ચે ભાજપની પહોંચ વધારવાનો પ્રયાસ કરતા રહે છે. હવે તેમનું કહેવું છે કે મને લઘુમતી મંત્રાલયની જવાબદારી મળી છે જેમાં પુરી ગંભીરતા સાથે કામ કરીશ. પોતાના સમાજ સહિત આખા લઘુમતી સમાજના હિત માટે કામ કરીશ, તેમને પશુપાલન વિભાગમાં પણ રાજ્ય મંત્રીની જવાબદારી મળી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular