ગુજરાતના આ વ્યક્તિએ 1 વર્ષમાં 1.10 લાખ km ફરી શહીદોના પરિવારને કરી 58 લાખની મદદ

0
12

એક વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલાની ઘટના આજે પણ લોકો ભૂલી નથી શક્યા. આ ઘટનામાં 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાને પગલે દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

તો બીજી તરફ અલગ-અગલ રાજ્યોમાં શહીદ જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લોકોએ દાનની સરવાણી પણ વહાવી હતી, ત્યારે ગુજરાતના મોરબીના એક ઉદ્યોગપતિએ લોકોની પાસેથી દાન એકઠું કરીને શહીદ જવાનોના પરિવારને ઘરે-ઘરે જઈને હાથો-હાથ આર્થિક મદદ આપી રહ્યો છે. આ ઉદ્યોગપતિએ અત્યાર સુધીમાં 1.10 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને શહીદ જવાનોના પરિવારજનોને 58 લાખ રૂપિયાની સહાય પહોંચાડી છે.

રિપોર્ટ અનુસાર મોરબીના ઉદ્યોગપતિ અજય લોરિયાએ પુલવામામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે તેમના મિત્રોની સાથે મળીને લાખો રૂપિયાની રકમનું દાન એકઠું કર્યું હતું. પૈસાનું દાન એકઠું કરીને અજય લોરિયાએ શહીદ સૈનિકના પરીવારજનોને આર્થિક મદદ હાથોહાથ કરવાનો વિચાર કર્યો હતો. તેથી તેને પોતાની ટીમ સાથે 1.10 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને શહીદોના પરિવારજનોને 58 લાખ રૂપિયા જેટલી સહાય પૂરી પાડી છે અને હજુ પણ 17 લાખ રૂપિયાની સહાય આપવાનું બાકી છે. આગામી દિવસોમાં અજય લોરિયા કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના શહીદ સૈનિકના પરિવારજનોના ઘરે જઈને હાથો-હાથ આર્થિક સહાય આપશે.

ઉલ્લેખનીય છે કે, દેશની રક્ષાને માટે શહીદ થતા સૈનિકોના પરિવારજનોને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. એવામાં મોરબીના આ ઉદ્યોગપતિના કારણે શહીદોના પરિવારજનોને પરિવારનું ભરણપોષણ કરવામાં થોડી મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here