લોકડાઉનમાં જીરાના આ ઉપાયથી પેટની સમસ્યામાં તમને મળશે રાહત

0
0

લોકડાઉનમાં ઘરમાં રહેવાના કારણે શારિરીક શ્રમ ઓછો થાય છે. જેના કારણે ગેસની સમસ્યાઓ વધી જાય છે. તો કેટલીક વાર અપચાની પણ સમસ્યા ઊભી થાય છે. વળી ધણીવાર દવાઓ પુરું થતા અચાનક જ થયેલા ગેસ કે એસિટીડિની સમસ્યાને શું કરવું તેવો સવાલ પણ લોકોને થતો હોય છે. ત્યારે લોકડાઉનમાં પેટની સમસ્યાથી રાહત મેળવી હોય તો રસોઇમાં મસાલાના ડબ્બાના પડેલું જીરું તમને અનેક લાભ આપી શકે છે.

 

 

આયુર્વેદમાં પણ જીરાનો પેટની સમસ્યામાં મદદરૂપ થવાની વાત સ્વીકારાઇ છે. એસિટીડિ, ગેસ જેવી પેટને લગતી બિમારીઓ આ જીરું તમને મદદરૂપ સાબિત થઇ શકે છે. વળી તેનાથી કોલોસ્ટ્રોલ કંટ્રોલ કરવા અને લોહીની ઉપણ જેવી બિમારીઓમાં ફાયદો અપાવે છે.

 

 

જો તમને કબજીયાત કે અપચો હોય તો વહેલી સવારે જીરાનું પાણી પીવાનું રાખો. આ માટે એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી ભરીને આખું જીરું લો. અને તેને ગેસ પર ત્યાં સુધી ગરમ થવા દો જ્યાં સુધી પાણી અડધું ના થાય આ પાણીને પછી તમે સવારે પીણાં તરીકે ઉપયોગમાં લઇ શકો છો. વધુમાં તેમાં મધ કે દેશી ગોળ ઉમેરી શકો છો. આ તમારી કબજીયાત અને પાચનની સમસ્યામાં રાહત આપશે.

 

 

વધુમાં તમે આખા જીરાનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જો તમને એસિટિડીની સમસ્યા રહેતી હોય તો દિવસમાં ત્રણ થી ચાર વાર નાની ચમચી આખું જીરું ચાવો. જેનાથી એસિટિડની સમસ્યામાં તમને લાભ મળશે.

 

 

લોહીની ઉપણ, ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા માટે પણ જીરાનું સેવન કરવું લાભકારી છે. જો તમે તેનો નિયમિત રૂપે ઉપયોગ કરશો તો ધીરે ધીરે આ પેટની સમસ્યાઓ ઓછી થતી જણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here