અમદાવાદમાં તળાવોની આ વ્યવસ્થાથી પાણીનું દરેક ટીપું ઉપયોગી બન્યું

0
0

અમદાવાદ: મિશન પાણી હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 14 તળાવોને એકબીજા સાથે જોડી દીધા છે. જેનો ફાયદો એ થઈ રહ્યો છે કે, તમામ તળાવો પાણીથી ભરેલા રહે છે અને અડધા શહેરના બોરવેલ પણ રિચાર્જ થતા રહે છે. અમદાવાદનું વસ્ત્રાપુર લેક પણ પહેલાની જેમ હવે ખાલી નથી રહેતું પણ કાયમ ભરેલું જ રહે છે. ફક્ત વસ્ત્રાપુર લેક જ નહિં, વેસ્ટર્ન ઝોન, દક્ષિણ ઝોન અને પશ્વિમ ઝોન મળીને કુલ 14 તળાવો એકબીજાથી લિંક કરાયા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ 64 કિલોમીટર લાંબી પાઈપ લાઈનની જાળ બિછાવી છે.

આ તળાવોને ફક્ત ઈન્ટરલિંક જ નથી કરાયા પરંતુ આમાં પેરકોલેટ વેલ પણ લગાવવામાં આવ્યું છે. જેનાથી વિસ્તારના વોટર લેવલમાં પણ જબરદસ્ત સુધારો થયો છે. એટલું જ નહિં, તળાવો સાથે જોડાયેલ તમામ ગટર લાઈનને પણ આ તળાવથી કાપી નાખવામાં આવી છે. આનો ફાયદો એ થશે કે, ગટરનું પાણી તળાવમાં નહિં જાય અને આની શુદ્ધતા જળવાઈ રહેશે.

આમ તો અમદાવાદ શહેર પાસે સાબરમતી નદી છે, પરંતુ આ તળાવોથી જ શહેરની રોનક જળવાઈ રહે છે. આને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ઘણાં તળાવોને પમ્પિંગ સિસ્ટમ લગાવીને ભરવાની કોશિશ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here