પાકિસ્તાનમાં ધૂમ મચાવી રહી છે આ ચા, નામ જાણીને થશે આશ્ચર્ય

0
11

દુનિયાભરમાં ચા પ્રેમીઓની કમી નથી અને જો કોઇને ચાનો ચસકો લાગી ગયો તો પછી તેનો સ્વાદ લેવા તેઓ કોઇપણ જગ્યાએ પહોંચી જાય છે. ચાના કેટલાંક આવા જ દિવાના તમને પાકિસ્તાનના સનાઉલ્લાહ માર્ગ પર આવેલ ચાની કીટલી પર પણ જોવા મળશે. આ કીટલી પર મળનાર તંદૂરી ચાનો જલવો એવો છે કે તેને પીવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

આ પ્રખ્યાત માટીની કુલડીમાં આપવામાં આવે છે. તેને બનાવા માટે કુલડીને તંદૂરમાં નાંખી ઉંચા તાપમાનમાં બનાવાય છે. પછી તેને ગરમ-ગરમ કુલડીમાં ચાને આપી પીરસાય છે. કુલડી માટીની અને તંદુરની સુગંધ ચાના સ્વાદને બમણો કરી દે છે.

આ પ્રખ્યાત દુકાનના માલિકે કહ્યું કે ચાને બનાવાની રીત ખૂબ જ નાયાબ છે. ચા બનાવાની આ ખાસ રીત લોકોને ખાસ પસંદ આવી છે. દુકાન પર મોટાભાગે આવતા મોહમ્મદ ઇશાક ખવરે કહ્યું કે અહીંનો માહોલ અલગ જ હોય છે. ખાસ કરીને જે રીતે ચા પીરસાય છે. આ ખૂબ જ જૂની રીત છે…જે તમને એ જમાનામાં લઇ જાય છે જ્યારે ચા માટે કુલડીનો ઉપયોગ કરાતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here