Wednesday, November 30, 2022
Homeઅમદાવાદઆ વખતે દરેક બૂથ પર હશે આવી સુવિધાઓ : ચૂંટણી પંચ

આ વખતે દરેક બૂથ પર હશે આવી સુવિધાઓ : ચૂંટણી પંચ

- Advertisement -

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ચૂંટણી વ્યવસ્થાને લઇને ચૂંટણીપંચ દ્વારા બેઠકોનો ધમધમાટ કરાઇ રહ્યો છે. ત્યારે ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનરની બેઠક મળી હતી. જેમાં મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા પણ બેઠકમાં જોડાયા હતા. એન્ફોર્સમેન્ટ એજન્સીના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.ઈન્કમટેક્સ, GST અને ગૃહવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિધાનસભાની ચૂંટણીને લઈ  વિવિધ એજન્સીઓના રોલ અને કામગીરીની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ચૂંટણી પંચની તૈયારીઓની માહિતી આપતા કહ્યું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમર ધરાવે છે.  10, ઓકટોબર, 2022ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 100 વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે.  પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓછામાં ઓછા 50% બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

વધુમાં ઉમેર્યું કે  ગુજરાતમાં 51,782 બૂથ પર થશે મતદાન થશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા 7 બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ સંચાલિત હશે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પીવાનું પાણી-શૌચાલયની વ્યવસ્થા હશે તથા દિવ્યાંગજનો માટે પણ સુવિધા કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular