હવામાન : આ વખતે ચોમાસુ 48ના બદલે 71 દિવસ સક્રિય રહેશે, વિદાય પણ નવા સ્થળેથી

0
5

નવી દિલ્હી. દેશભરમાં મોનસૂનની સક્રિયતાનો ગાળો હવે 48ના બદલે 71 દિવસનો હશે. દેશના મોનસૂન કેલેન્ડરમાં આ જ ન્યુ નોર્મલ છે. 1 જૂને મોનસૂન કેરળમાં આગમન બાદ ધીમે-ધીમે દેશમાં આગળ વધશે અને છેવટે રાજસ્થાન (પોખરણ) પહોંચશે. 15 જુલાઇથી 1 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેતું મોનસૂન હવે 8 જુલાઇથી 17 સપ્ટેમ્બર સુધી આખા દેશમાં એક સાથે સક્રિય થશે. તેની વિદાય 16 દિવસ મોડી શરૂ થશે. આ સાથે જ મોનસૂનનું નવું કેલેન્ડર પણ લાગુ થશે.

સાઉથ-વેસ્ટ મોનસૂનનો છેલ્લો વરસાદ થશે

નવા કેલેન્ડરમાં કેરળમાં મોનસૂનના આગમનની તારીખ 1 જૂન જ છે. જોકે, આ વખતે વિદાયનાં સ્થળો બદલાયાં છે. હવે તે ઇમ્ફાલ, કલિંગાપટ્ટનમ (આંધ્ર) અને ગંગાવટી (કર્ણાટક) હશે, જ્યાં સાઉથ-વેસ્ટ મોનસૂનનો છેલ્લો વરસાદ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે આ વખતે દેશભરના મુખ્ય જળાશયોમાં જળસંગ્રહના સંચાલન, નદીઓના બેરેજથી પાણીના પ્રવાહ અને વીજ ઉત્પાદનના સંચાલનમાં મોનસૂનની નવી તારીખોથી મદદ મળશે.

બાડમેરમાં વધુ 22 દિવસ, અમદાવાદમાં ટૂંકુ ચોમાસુ

પૂણે સ્થિત ક્લાઇમેટ રિસર્ચ વિંગના મુખ્ય વિજ્ઞાની ડૉ. ડી. એસ. પઇએ જણાવ્યું કે મોનસૂનના આગમન અને વિદાયની તારીખો બદલાઇ છે, જેના કારણે ઘણા શહેરોમાં તેનો સમયગાળો વધ્યો છે તો ક્યાંક 2-5 દિવસ ઘટ્યા પણ છે. બાડમેરમાં મોનસૂન હવે વધુ 22 દિવસ જ્યારે અમદાવાદ, ઇન્દોર, અકોલા અને પુરી જેવા શહેરોમાં થોડું ટૂંકું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here