Thursday, August 11, 2022
Homeનેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ : આ વખતે વર્ચુઅલ સેરેમની થઈ, પહેલીવાર 5 ખેલાડીઓને...
Array

નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ : આ વખતે વર્ચુઅલ સેરેમની થઈ, પહેલીવાર 5 ખેલાડીઓને ખેલ રત્ન; હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ PPE કિટ પહેરીને એવોર્ડ લેવા પહોંચી

- Advertisement -

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ખેલાડીઓ અને કોચને સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવ્યા. કોરોનાને લીધે, પ્રથમ વખત એવોર્ડ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો ન હતો, એવોર્ડ વર્ચુઅલ રીતે આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિવિધ કેટેગરીમાં 74 ખેલાડીઓ અને કોચને એવોર્ડ આપ્યા હતા. ખેલ રત્ન માટે પસંદ થયેલી મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ PPE કિટ પહેરીને બેંગલુરુના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સેન્ટરમાં વર્ચુઅલ એવોર્ડ સેરેમનીમાં સામેલ થઈ.

પ્રથમ વખત પાંચ ખેલાડીઓ એક સાથે ખેલ રત્ન મેળવશે. અત્યાર સુધીમાં કુલ 38 ખેલાડીઓએ આ એવોર્ડ મેળવ્યો છે. આ વખતે ક્રિકેટર રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને ખેલ રત્ન આપવામાં આવશે. તેમાં મહિલા રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ અને 2016 પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મરિયપ્પન થાંગાવેલુ શામેલ છે.

https://twitter.com/IndiaSports/status/1299583463637557248?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1299583463637557248%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fsports%2Fnews%2Fso-far-38-players-have-received-khel-ratna-for-the-first-time-the-top-five-players-will-receive-the-countrys-largest-sports-award-127664485.html

સન્માન સમારોહ તમારી સફળતાનો ઉત્સવ: રાષ્ટ્રપતિ

 • આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમે બધાએ સાબિત કરી દીધું છે કે ઇચ્છાશક્તિ, અને સખત મહેનતથી તમામ અવરોધોને દૂર કરી શકાય છે.
 • આજનો એવોર્ડ સમારોહ એ સખત મહેનત અને સમર્પણ દ્વારા પ્રાપ્ત કરેલ તમારા બધાની સફળતાની ઉજવણી છે.
 • તેમણે વધુમાં કહ્યું કે, તમે બધાએ વર્ષોની મહેનત, સમર્પણ અને હિંમતના આધારે તમારી વિશેષ ઓળખ બનાવી છે.
 • કોવિડનો આ સમયગાળો એ બધા ખેલાડીઓ અને કોચની હિંમત અને ધૈર્યની કસોટી છે.
શૂટર મનુ ભાકરને અર્જુન એવોર્ડ મળ્યો.
(શૂટર મનુ ભાકરને અર્જુન એવોર્ડ મળ્યો.)

 

ખેલાડીઓ આપણી રાષ્ટ્રીય સંપત્તિ: રમત મંત્રી

 • રમત મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું, ખેલાડીઓ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે.
 • હું બધા નાગરિકોને અનુરોધ કરું છું કે, તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરે. હું બધા ખેલાડીઓને અભિનંદન પાઠવું છું.

એવોર્ડ સેરેમનીના એક દિવસ પહેલા એથ્લેટિક્સ કોચનું નિધન

 • નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના એક દિવસ પહેલા જ 79 વર્ષના એથલેટિક્સ કોચ પુરૂષોત્તમ રાયનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે.
 • તેમને આજે લાઇફટાઇમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ મળવાનો હતો.
 • એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે પુરૂષોત્તમ રાયે શુક્રવારે સાંજે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના ડ્રેસ રિહર્સલમાં ભાગ લીધો હતો.
 • જ્યાર બાદ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું.

4 વર્ષ પહેલાં ચાર ખેલાડીઓએ ખેલ રત્ન મેળવ્યો હતો

 • અગાઉ, 4 ખેલાડીઓએ 2016માં એકસાથે આ એવોર્ડ મેળવ્યો હતો.
 • ત્યારે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીતનાર પીવી સિંધુ, મહિલા રેસલિંગમાં બ્રોન્ઝ જીતનાર સાક્ષી મલિકને આ સન્માન મળ્યું હતું.
 • આ સિવાય જિમનાસ્ટ દીપા કર્માકર અને શૂટર જીતુને પણ દેશનો સૌથી મોટો સ્પોર્ટસ એવોર્ડ મળ્યો હતો.
 • 2009માં, 3 ખેલાડીઓ બોક્સર એમસી મેરી કોમ, વિજેન્દર સિંહ અને સુશીલ કુમારને ખેલ રત્ન એનાયત કરાયો હતો.

બે ખેલાડીઓ પાંચ વખત ખેલ રત્ન મેળવી ચૂક્યા છે

 • બે ખેલાડીઓને પાંચ પ્રસંગે ખેલ રત્ન એવોર્ડ મળ્યો છે. વેઇટલિફ્ટર કુંજરાની દેવી અને ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને સૌ પ્રથમ 1997માં આ એવોર્ડ મળ્યો હતો.
 • 6 વર્ષ પછી 2003માં શૂટર અંજલિ ભાગવત અને એથ્લેટ કે. બિનામોલને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળ્યો હતો.
 • 2012માં શૂટર વિજય કુમાર અને યોગેશ્વર દત્ત આ સન્માન મેળવનાર ખેલાડી બન્યા હતા.
 • બે વર્ષ પછી, બે ખેલાડીઓ દેવેન્દ્ર ઝાઝારિયા અને સરદાર સિંહ ખેલ રત્ન માટે પસંદ કરાયા.
 • ગયા વર્ષે, પેરા એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રોહિત ચોથો ક્રિકેટર

 • રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડની શરૂઆત 1991માં કરવામાં આવી હતી અને પહેલો એવોર્ડ ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદે જીત્યો હતો.
 • ત્યારથી 38 ખેલાડીઓએ આ સન્માન મેળવ્યું છે. રોહિત શર્મા આમાં ચોથો ક્રિકેટર છે.
 • તેના પહેલા સચિન તેંડુલકર (1997), મહેન્દ્રસિંહ ધોની (2007) અને વિરાટ કોહલી (2018) ને આ એવોર્ડ મળ્યો છે.

ખેલ રત્ન મેળવનાર વિનેશ પાંચમી રેસલર બનશે

 • આ વર્ષે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર દેશની પ્રથમ મહિલા રેસલર વિનેશ ફોગાટને ખેલ રત્ન પણ મળશે.
 • પરંતુ કોરોનાને કારણે, તે વર્ચુઅલ એવોર્ડ સમારોહમાં ભાગ લઈ શકશે નહીં. આ એવોર્ડ મેળવનાર વિનેશ પાંચમી રેસલર છે.
 • તેના પહેલા ઓલિમ્પિક મેડલિસ્ટ વિજેતા સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત અને સાક્ષી મલિકને ખેલ રત્ન મળ્યો છે. આ સિવાય ગત વર્ષે બજરંગ પુનિયાને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

2012થી 29 ઓગસ્ટને રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

 • 2012માં કેન્દ્ર સરકારે 29 ઓગસ્ટને રમત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસ હોકી વિઝાર્ડ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905માં અલ્હાબાદમાં થયો હતો.
 • એમ્સ્ટરડેમમાં 1928માં ઓલિમ્પિક રમતોમાં તે ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતા. ત્યારે ધ્યાનચંદે 14 ગોલ કર્યા હતા.
 • 1932ની ઓલિમ્પિક ફાઇનલમાં ભારતે અમેરિકાને 24-1થી પરાજિત કર્યું હતું. તે મેચમાં ધ્યાનચંદે 8 ગોલ કર્યા હતા. તેમના ભાઈ રૂપસિંહે પણ 10 ગોલ કર્યા હતા.

 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે:

ખેલાડી રમત
અતનુ દાસ આર્ચરી
દુતી ચંદ એથ્લેટિક્સ
સાત્ત્વિક સાઈરાજ બેડમિન્ટન
ચિરાગ સેટ્ટી બેડમિન્ટન
વિશેષ બાસ્કેટબોલ
સુબેદાર માનિક કૌશિક બોક્સિંગ
લવલીના બોક્સિંગ
ઇશાંત શર્મા ક્રિકેટ
દીપ્તિ શર્મા ક્રિકેટ
સવંત અજય ઇકવીસ્ટ્રીયન
સંદેશ ઝિંગન ફૂટબોલ
અદિતિ અશોક ગોલ્ફ
આકાશદીપ સિંહ હોકી
દીપિકા હોકી
દિપક કબડ્ડી
સરિકા સુધારકર ખો-ખો
દત્તૂ બબન રોઇંગ
મનુ ભાકર શૂટિંગ
સૌરભ ચૌધરી શૂટિંગ
મધુરિકા સુહાસ ટેબલ ટેનિસ
ડિવિજ સરન ટેનિસ
શિવા કેશવન વિન્ટર સ્પોર્ટ્સ
દિવ્યા કાકરન રેસલિંગ
રાહુલ અવારે રેસલિંગ
સુયશ નારાયણ પેરા સ્વીમિંગ
સંદીપ પેરા એથ્લેટિક્સ
મનીષ નરવાલ પેરા શૂટિંગ

 

દ્રોણાચાર્ય એવોર્ડ (લાઈફટાઈમ કેટેગરી)

કોચ રમત
ધર્મેન્દ્ર તિવારી આર્ચરી
પુરુષોત્તમ રાય એથ્લેટિક્સ
શિવ સિંહ બોક્સિંગ
કૃષ્ણ કુમાર હુડા કબડ્ડી
રમેશ પઠાણીયા હોકી
નરેશ કુમાર ટેનિસ
વિજય ભાલચન્દ્ર મુનેશ્વર પેરા પાવર લિફટિંગ
ઓમ પ્રકાશ દાહિયા રેસલિંગ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular