Wednesday, December 8, 2021
Homeજો તમે તણાવ અનુભવો છો તો આ ઉપચાર તમારો સ્ટ્રેસ દૂર કરશે
Array

જો તમે તણાવ અનુભવો છો તો આ ઉપચાર તમારો સ્ટ્રેસ દૂર કરશે

આપણે જોઇએ તો દરેક વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારના સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસ આપણા શરીરનો એક પ્રતિક્રિયા છે એવી પરિસ્થિતિઓ પ્રત્યેની જેના માટે આપણે તૈયાર નથી હોતા. જે પ્રકારે મેન્ટલ હેલ્થને લઇને જાગરૂકતા વધી રહી છે, લોકો સ્ટ્રેસને ઓળખીને તેને દૂર કરવા માટેની પદ્ધતિ પણ શોધી રહ્યા છે.

શું હોય છે સ્ટ્રેસ?

જ્યારે આપણે એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ, જેના માટે આપણું મગજ તૈયાર નથી હોતું ત્યારે આપણે શારીરિક, મેન્ટલી અથવા ઇમોશનલી તેનો રિસ્પોન્સ આપીએ છીએ. સ્ટ્રેસ થવા પર આપણું મગજ એડ્રેનલિન જેવા હોર્મેન્સ રીલિઝ કરે છે. જેથી આપણે સ્ટ્રેસમાંથી બહાર નિકળી શકીએ, પરંતુ રેગ્યુલર સ્ટ્રેસ થવા પર આ મેકેનિઝ્મ બંધ થઇ જાય છે અને આપણે આ કેટલાય પ્રકારની મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે.

વધારે તણાવ થવા પર આપણે માનસિક જ નહીં પરંતુ શારીરિક રીતે બીમાર થઇ જઇએ છીએ. સ્ટ્રેસના કારણે મસલ્સમાં ડિપ્રેશન, માથાનો દુખાવો, થકાવટ અને અનિન્દ્રા જેવી સમસ્યાઓથી ઘેરાઇ જઇએ છીએ. જો તણાવમુક્ત થવું હોય તો સ્ટ્રેસને મેનેજ કરવાના કેટલાક ઉપાય અજમાવવા જોઇએ.

ડાન્સ કરો

એક્સરસાઇઝ શરીરમાં સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને એન્ડોર્ફિન જેવા હેપ્પી હૉર્મોન્સને રિલીઝ કરે છે, જેનાથી આપણે આનંદનો અનુભવ કરી છીએ. ડાન્સ કરવો ન ગમતો હોય તો તમે પોતાની પસંદની કોઇ પણ એક્સરસાઇઝ કરી શકો છો.

ઊંડા શ્વાસ લો

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઊંડા શ્વાસ લેવાથી સ્ટ્રેસ અને નેગેટિવ થોટ્સ ઓછા થાય છે. જ્યારે તમે બ્રીધિંગ પ્રોસેસ પર ધ્યાન લગાવો છો ત્યારે તમારું મગજ સ્ટ્રેસ ફુલ સિચ્યુએશનથી બહાર આવી જાય છે.

મ્યૂઝિક છે તમારો બેસ્ટ ફ્રેન્ડ

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મ્યૂઝિક શરીરના કોર્ટિસોલ લેવલને ઘટાડે છે અને તેનાથી સ્ટ્રેસ પણ ખતમ થાય છે. સ્લો અને સૉફ્ટ મ્યૂઝિક તમારા મગજને શાંત કરે છે. આટલુ જ નહીં સંગીત હાર્ટ રેટને સ્લો કરે છે, બ્લડ પ્રેશર ઓછું કરે છે અને બોડીને રિલેક્સ કરે છે.

ખુશ્બૂ હોય છે સ્ટ્રેસ બસ્ટર

ખુશ્બૂથી તમારા નાકના સ્મેલ રિસેપ્ટર્સ એક્ટિવ થઇ જાય છે. આ રિસેપ્ટર્સ મગજના તે ભાગને શાંત કરે છે જે ઇમોશન્સને કંટ્રોલ કરે છે. જેને એરોમા થેરાપી કહેવામાં આવે છે. આજના સમયમાં એરોમાથેરાપી ઘણી પ્રચલિત છે.

આ થેરાપી પર કેટલાય અભ્યાસ કરવામાં આવ્યા છે જેમાંથી જાણવા મળ્યું છે કે લવન્ડર ઑઇલ શરીર અને મગજને રિલેક્સ કરવામાં સૌથી વધારે અસરકારક હોય છે. ઓઇલ મસાજ, લોશન, બાથની સાથે સાથે એરોમેટિક કેન્ડલ્સ સુધી બજારમાં કેટલાય પ્રોડ્ક્ટ્સ ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments