સુરત : 108 તરબૂચમાંથી બનાવ્યા આ અનોખા ગણપતિ, જાણો કેવી રીતે કરવામાં આવશે વિસર્જિત

0
0

સુરત,

દેશ ભરમાં ગણેશ ઉત્સવનો રંગારંગ આરંભ થયો છે સુરત પાર્લ પોઈન્ટ વિસ્તરમાં આવેલ એક કે બે નહીં કુલ 108 તરબૂચમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે. અને તેમના નામ પણ લખવામાં આવ્યા છે.108 તરબૂચ વડે દુંદાળા દેવના અલગ અલગ નામો સહિત વિગતવાર મૂર્તિ સ્થપાના કરવામાં આવતા અકર્ષનુ કેન્દ્ર બન્યું છે. તો આ તરબુચને વિસર્જિત પણ અનોખી રીતે કરવામાં આવશે.આ 108 તરબૂચ ગરીબોમાં વહેંચવામાં આવશે.

આપને જણાવી દઈએ કે સુરતના લોકો અદિતિ ને ડેન્ટિસ્ટ તરીકે ઓળખે છે પરંતુ તે એક સારી ડેન્ટિસ્ટની સાથે ગણેશ ભક્ત અને આર્ટિસ્ટ પણ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અદિતિએ ખાસ પહલ કરી છે.જેને સાંભળી ને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે. અદિતિએ 108 તરબૂચ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી અને સાથે જ બાપા ના વિવિધ નામો પણ તરબૂચ ઉપર લખ્યા છે. જેથી લોકોને બાપાના વિવિધ સ્વરૂપો વિશે પણ માહિતી મળે.આ તમામ તરબૂચ ને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવ્યું છે કે જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ જોવા મળી રહેશે.

જ્યારે બાપ્પાની દરેક ભક્તો દ્વારા વિધિ પૂર્વક પૂજન- અર્ચન કરી સ્થાપના કરવાના છે ,ત્યાં સુરતની આર્ટિસ્ટ અને ડેન્ટિસ્ટ દ્વારા ગ્રીન ગણેશા ની સ્થાપના કરવામાં આવી છે.108 તરબૂચ વડે દુંદાળા દેવના અલગ અલગ નામો સહિત વિગતવાર અહીં સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ તમામ 108 તરબૂચ ને વિસર્જન વેળાએ ગરીબોને વેચી દેવામાં આવશે. જેના કારણે તરબૂચ પણ ના બગડે અને ગરીબોને ભોજન પણ મળી રહે. જ્યારે ગ્રીન ગણેશા ની 108 તરબૂચ વડે દુંદાળા દેવના અલગ અલગ નામો સહિત વિગતવાર મૂર્તિ સ્થપાના કરવામાં આવતા અકર્ષનુ કેન્દ્ર બન્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here