આ વર્ષે ગણેશોત્સવ સાદાઈથી ઉજવાશે! સોસાયટીદીઠ એક મૂર્તિ સ્થાપી શકાશે

0
9

કોરોનાના કારણે ગણેશોત્સવ આ વખતે સાદાઈથી ઉજવાશે, પ્રતિમા 2 ફૂટથી મોટી નહીં હોય..

સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, આ વર્ષે શહેરના ગણેશ મહોત્સવમાં માત્ર માટીની મૂર્તિ જ રાખી શકાશે. સાથેસાથે શહેરના પાંચ મોટા પંડાલને પણ અપીલ કરાશે આ વર્ષે પંડાલો ન બાંધે. આ ઉપરાંત શહેરના 90થી વધુ કારીગરોને આ વર્ષે તમામ મૂર્તિ માટીની જ તૈયાર કરવા જણાવામાં આવ્યું છે.

કોરોના મહામારીની સ્થિતિમાં ગણેશ મહોત્સવની પણ સાદગીથી ઉજવણી કરાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિયના જણાવ્યા અનુસાર, આ વર્ષે શહેરમાં એક પણ પીઓપીની મૂર્તિ બનાવવામાં નહીં આવે. આ સાથે એસોસિએશન દરેક ભક્તને આ વર્ષે બે ફૂટ જેટલી જ માટીના મૂર્તિની જ સ્થાપના કરવા માટે અપીલ કરશે.

આ વર્ષે ગણેશ મહોત્સવ એસોસિએશને નિર્ણય કર્યો છે કે, સોસાયટી દીઠ એક જ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ માટે એસોસિએશને સોસાયટીઓને અપીલ પણ કરી છે. એસોસિએશન. દ્વારા શહેરના તમામ પંડાલો તેમજ મોટી મોટી સોસાયટીઓને જણાવવામાં આવશે કે, નાની મૂર્તિ બેસાડો તેમ જ સ્થળ ઉપર વિસર્જન કરો જેથી આપણો મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન થાય.આ વર્ષે મહોત્સવમાં સોસાયટી દીઠ એક વ્યક્તિ ગણેશજીની આરતી ઉતારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે.

આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં નહીં આવે. શહેરના મુખ્ય પાંચ પંડાલો પણ આ વર્ષે ગણેશજીને મોટા મંડપમાં નહીં બેસાડે. દર વર્ષે એક સોસાયટીમાં ત્રણથી ચાર જગ્યાએ ગણેશ બેસાડવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે માત્ર એક જ સોસાયટીમાં એક જ ગણેશજી બેસાડશે.