ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલાને ટિકિટ નહીં અપાય, ભાજપમાં સારા ઉમેદવાર નથી અને આવડત નથી એટલે કોંગ્રેસમાંથી ઉમેદવારોને ઉછીના લઈ કેબિનેટ ચલાવે છે-રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ

0
0

કોર્પોરેશનની ચૂંટણી આગામી એપ્રિલ આસપાસ યોજાઈ તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણીની તૈયારીને લઈને ભાજપ-કોંગ્રેસમાં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે નિવેદન આપ્યું છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા આગેવાનોને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવે. આ સાથે જ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપ પાસે અત્યારે કુશળ ઉમેદવારોની અછત છે. જેથી કોંગ્રેસમાંથી ઉછીના લીધેલાં લોકો કેબિનેટ સંભાળે છે

અશોક ડાંગરે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપ પાસે કુશળ ઉમેદવારોની અછત છે. સાથે જ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ભાજપના કેબિનેટમાં સામેલ છે. અત્યારના ભાજપમાં અને પહેલાના ભાજપમાં ઘણો તફાવત છે. કોંગ્રેસમાંથી ગયેલા લોકો જ ભાજપમાં અલગ અલગ પદ પર છે. ભાજપમાં જ સારા ઉમેદવાર નથી અને આવડત નથી એટલે કોંગ્રેસમાંથી ઉમેદવારોને ઉછીના લઈને તેઓને કેબિનેટ આપવામાં આવી છે. ભાજપમાં હવે કોંગ્રેસીકરણ થઈ ગયું છે. ભાજપમાં બે જ પ્રકારના લોકો હોય છે. જેમાં એક આવીને સતાના સૂત્રો સંભાળી લે અને બીજાને પાથરણાં પાથરવાના હોય. કેટલાય ઉદાહરણ છે કે કોંગ્રેસમાંથી જઈને આજે કેબિનેટ સંભાળી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું છે કે ભાજપમાંથી આવેલા કોઈ પણ આગેવાનને કોંગ્રેસ કોર્પોરેશન ચૂંટણીનો ઉમેદવાર નહીં બનાવે. ભાજપમાંથી બાગી સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફથી ટિકિટની માંગ કરી રહ્યાં છે. ભાજપથી નારાજ આગેવાનો 5 વર્ષ કોંગ્રેસ માટે કામ કર્યા બાદ જ ટિકિટ મેળવી શકશે. તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here