બેથી વધુ બાળકો પેદા કરનારાને મતદાનો અધિકાર ના મળવો જોઈએઃ તોગડિયા

0
17

નવી દિલ્હી, તા.8 જાન્યુઆરી 2020, બુધવાર

દેશમાં વસતી વિસ્ફોટ અંગે આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા તથા એક જમાનામાં હિન્દુત્વના પોસ્ટર બોય તરીકે જાણીતા પ્રવિણ તોગડિયાએ પણ નિવેદન આપ્યુ છે.

તોગડિયાએ કહ્યુ હતુ કે, દેશે વસતી વધારાના બોમ્બથી બચવુ પડશે. આ સંજોગોમાં 2 થી વધારે બાળકો પેદા કરનારાઓના મતદાનનો અધિકાર પાછો લઈ લેવો જોઈએ.

નોએડા નજીક એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા તોગડીયાએ સાથે સાથે મોદી સરકારના નાગરિકતા બિલના વખાણ પણ કર્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારનો નિર્ણય પ્રશંસાને પાત્ર છે. તેનાથી જે લોકો અત્ચાચારનો ભોગ બનેલા છે તેમને મદદ મળશે. અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેલી લઘુમતીઓને નવુ જીવન મળશે.

તોગડિયાએ વધુમાં કહ્યુ હતુ કે, જો કોઈ વ્યક્તિ 2 થી વધારે બાળકો પેદા કરે છે તો તેને કોઈ સરકારી સુવિધાઓ પણ મળવી જોઈએ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here