Monday, October 25, 2021
Homeરાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉપસ્થિતિમાં મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા
Array

રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉપસ્થિતિમાં મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા

દુનિયામાં કોરોનાના કેસનો આંક 11.12 કરોડને પાર થઈ ગયો છે. 8 કરોડ 77 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 24 લાખ 84 હજાથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

વ્હાઇટ હાઉસમાં શ્રદ્ધાંજલિ

અમેરિકામાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક સત્તાવાર રીતે 5 લાખને પાર થઈ ગયો છે. જો કે, worldometers અને અન્ય કોવિડ ટ્રેકર વેબસાઇતે બે દિવસ પહેલા જ મૃત્યુ પામેલા લોકોનો આંક પાંચ લાખ જણાવી દીધો હતો. રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉપસ્થિતિમાં આ મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા. વ્હાઇટ હાઉસમાં કેન્ડલ સાથે મૌન રહીને મૃત્યુ પામેલા અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાઈડેને કહ્યું હતું કે, આપણે મજબૂતાઈ સાથે કોરોનાનો સામનો કરવો પડશે. આ ફ્ક્ત સંખ્યા નથી પરંતુ એક પડકાર છે. મહામારી સામેની લડત માટે ખોટી જાણકારીથી બચવું જોઈએ. એક વાત હું જરૂરથી કહેવા માંગીશ, ‘જે લોકોએ આ મહામારીના કારણે પોતાનાઓને ગુમાવ્યા છે, હું તેમની પીડાને અનુભવી રહ્યો છું.’

અમેરિકાના ઈતિહાસમાં કોઈ એક કારણને લીધે કે એક સમયમાં આટલા મૃત્યુ ક્યારેય થયા નથી. બીજા વિશ્વયુદ્ધમાં લગભગ 4 લાખ 5 હજાર અમેરિકનો મૃત્યુને ભેટ્યા હતા. વિયતનામ વોરમાં 58 હજાર અને કોરિયા સાથેના યુદ્ધમાં 36 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને આશંકા વ્યક્ત કરી છે કે 1 જૂન સુધી મહામારીના કારણે મૃત્યુઆંક 5 લાખ 89 હજાર સુધી પહોંચી શકે છે.

અમેરિકામાં મૃત્યુઆંક સોમવારે સત્તાવાર રીતે પાંચ લાખ થઈ ગયો છે. મૃત્યુ પામેલા અમેરિકનોને વ્હાઇટ હાઉસ ખાતે મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અમેરિકામાં મૃત્યુઆંક સોમવારે સત્તાવાર રીતે પાંચ લાખ થઈ ગયો છે. મૃત્યુ પામેલા અમેરિકનોને વ્હાઇટ હાઉસ ખાતે મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ઈટલીએ WHOથી સાચી જાણકારી છુપાવી

‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈટલીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં WHOને મહામારી સબંધિત જાણકારી આપી ન હતી, જ્યારે દેશમાં કેસ મળવાના શરૂ થઈ ગયા હતા. ખરેખર, દુનિયાના તમામ દેશોએ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન (IHR)નું પાલન કરવું પડે છે.

વર્ષના શરૂઆતમાં જ બીમારી સબંધિત સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ આપવો પડે છે. ઈટલીએ 4 ફેબ્રુઆરી 2020ના રોજ આ રિપોર્ટ તો આપ્યો હતો, પરંતુ તેમાં પોતાને લેવલ 5 પર બતાવ્યુ હતું. તેનો અર્થ એ છે કે કોઈ બીમારી સામે લડવાની તેની તૈયારીઓ યોગ્ય કક્ષાએ છે. રિપોર્ટ મુજબ, ઈટલીએ 2006 બાદ રાષ્ટ્રીય મહામારી નાબૂદ એટલે કે મહામારી સામે લાદવાનો પ્લાન જ અપડેટ કર્યો ન હતો. દાવો કરવામાં આવ્યો હતી કે અમેરિકા કરતા પહેલા ઈટલીમાં મહામારીએ દેખા દીધી હતી. ચીન બાદ આ પ્રથમ દેશ હતો જ્યાં મહામારીના સૌથી પહેલા ફેલાઈ ચૂકી હતી.

ઈટલીમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા લોકો માટે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

ઈટલીમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા લોકો માટે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

બ્રિટન સરકારની તૈયારી

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે દેશમાં લોકડાઉન હટાવવાનો રોડમેપ જાહેર કર્યો હતો. 4 સ્ટેપમાં લોકડાઉન હટાવવામાં આવશે. જેની તારીખોની જેરાત કરતાં સમયે જોનસને કહ્યું હતું કે જોખમ હજી પણ યથાવત છે. આગામી મહીનામાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અને મૃત્યુઆંક વધશે, કારણ કે કોઈપણ વેક્સિન સમગ્ર વસ્તીને 100% સુરક્ષાનો ભરોસોં આપી શકતી નથી. જોનસને વધુમાં જણાવ્યુ હતું કે રોડમેપના તમામ સ્ટેપ વચ્ચે 5 સપ્તાહનું અંતર રહેશે. કોઈપણ ઉતાવળ વ્હારેલું પગલું ફરીથી લોકડાઉન લગાવવાની પરિસ્થિતિને આમંત્રણ આપી શકે છે અને હું આ જોખમ ઉઠાવવા માંગતો નથી. તેમણે સાંસદોને કહ્યું હતું કે દરેક સ્ટેપમાં અમારા નિર્ણયો પર તારીખોના બદલે ડેટાની મહત્વની ભૂમિકા રહેશે.

તેમણે કહ્યું કે જેઓ જલ્દીથી લોકડાઉન હટાવવાની વાત કરી રહ્યા છે, હું તેમની સ્થિતિને સમજી શકું છું. લોકો જે તનાવ અનુભવી રહ્યા છે અથવા બિઝનેસમાં નુકસાની થઈ રહી છે તેમને મારી ખૂબ જ સહાનુભુતિ છે. PMએ કહ્યું કે લોકડાઉન હટાવવાની શરૂઆત શાળાઓથી થશે. દેશની તમામ શાળાઓ 8 માર્ચથી ફરી ખુલશે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 28,826,307 512,590 19,114,140
ભારત 11,015,863 156,498 10,710,483
બ્રાઝિલ 10,197,531 247,276 9,139,215
રશિયા 4,177,330 83,630 3,726,388
યૂકે 4,126,150 120,757 2,548,621
ફ્રાન્સ 3,605,181 84,306 247,127
સ્પેન 3,133,122 67,101 2,497,956
ઈટલી 2,809,246 95,718 2,324,633
તુર્કી 2,638,422 28,060 2,523,760
જર્મની 2,395,905 68,463 2,198,000
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments