પેન્શન ફંડમાં રોકાણ કરનારાઓને મળશે રાહત, મોદી સરકાર લઇ શકે છે આ મોટો નિર્ણય

0
12

પેન્શન ફંડ રેગ્યુલેટરી ફંડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Pension Fund Regulatory and Development Authority)એ આગામી બજેટમાં નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) અંતર્ગત નિયોજકોના 14 ટકા યોગડાનને તમામ શ્રેણીઓના અંશધારકો માટે ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મુકવાનો નિર્ણય લીધો છે. PFRDAના ચેરમેન સુપ્રતિમ બંદોપાધ્યાયે આ જાણકારી આપી છે.

ટેક્સ ફ્રી કરવાનો આગ્રહ કરશે PFRDA

એનપીએસ અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શનમાં નિયોજકોના 14 ટકાના યોગદાનને એક એપ્રિલ 2019થી ટેક્સ ફ્રી કરવામાં આવ્યુ છે. બંદોપાધ્યાયે જણાવ્યું કે, અમે સંભવત: નિયોજકોના 14 ટકાના યોગદાનને તમામ માટે ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ મુકવા જઇ રહ્યાં છે. હાલ આ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળે છે.

રાજ્ય સરકારોએ PFRDAને લખ્યો પત્ર

PFRDAના ચેરમેને કહ્યું, આવામાં અમે સરકારને આગ્રહ કરીશું કે તેને તમામ કર્મચારીઓને આપવામાં આવેત. પછી તે રાજ્ય સરકારનો કર્મચારી હોય કે કોઇ કોર્પોરેટ એકમનો કર્મચારી. તમામ ક્ષેત્રોના અંશધારકોને તેનો લાભ મળવો જોઇએ. તેમણે કહ્યું કે રાજ્ય માગ કરી રહ્યાં છે કે 14 ટકાનો કર લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળવો જોઇએ. તેમણે જણાવ્યું કે અનેક રાજ્ય સરકારોએ આ અંગે PFRDAને પત્ર લખ્યો છે.

આ ઉપરાંત PFRDA સરકારને ટિયર-2 એનપીએસ ખાતાને ટેક્સ ફ્રી કરવાનો લાભ તમામ અંશધારકોને આપવાનો આગ્રહ કરશે. બંદોપાધ્યાયે કહ્યું કે, ટિયર-2 એનપીએસ ખાતાને હાલમાં વિશેષરૂપે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. તેવામાં તેમાં પણ આપણે સરકારને તમામ અંશધારકોને લાભ આપવાનો આગ્રહ કરીશુ. ટેક્સ ફ્રી ટિયર-2 ખાતામાં લોકઇનનો પીરિયડ 3 વર્ષનો હોય છે કારણ કે તેને ટેક્સ ફ્રીનો દરજ્જો મળ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે તેનો વિસ્તાર અન્ય તમામ કર્મચારીઓ સુધી કરવામાં આવે.

એનપીએસ અંતર્ગત ટિયર-2 ખાતુ અનિવાર્ય ખાતુ નથી. ટિયર-1 સાથે કોઇનું ટિયર-2 ખાતુ પણ હોઇ શકે છે. બંદોપાધ્યાયે કહ્યું કે તેનો લાભ એ છે કે ટિયર-2 ખાતાને તત્કાલ પરત લઇ શકાય છે. નાણા મંત્રાલયે ગત મહિને 2020-21ના બજેટ માટે વિચાર-વિમર્શની પ્રક્રિયા શરૂ કરી છે. આ બજેટ એવા સમયે આવશે જ્યારે સરકાર સમક્ષ કોવિડ-19થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here