મધ્યાન ભોજન યોજનાના ૯૬ હજાર કર્મચારીઓ લડતના માર્ગેઃ ૨૬મીથી ઉપવાસ : બાદમાં આમરણાંત ભુખ હડતાલ

0
98

રાજકોટ તા ૨૦ : છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાત રાજયમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સંચાલક ૧૬૦૦ રૂપિયા, રસોઇયા ૧૪૦૦ રૂપિયા,અને મદદનીશ ૫૦૦ રૂપિયા જેવા સાવ મામૂલી વેતનમાં આજ સુધી આવી કારમી મોંઘવારીમાં પણ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. સરકાર પાસે અવારનવાર કાયમી કરી ધારાધોરણસર વેતન આપવા માંગણીઓ કરેલ છે, તેમ છતાં સરકાર તરફથી કોઇ પ્રતિભાવ મળેલ નથી.

સંચાલક, રસોઇયા, અને મદદનીશ સહિતના ૯૬૦૦૦ કર્મચારીઓના નીચે દર્શાવેલા પડતર પ્રશ્નોનો નિકાલ ન આવે તો ૨૬ને પ્રજાસત્તાક દિનથી ર દિવસના પ્રતિક ઉપવાસ, ત્યારબાદ આમરણાંત ઉપવાસ અને તેમ છતાં કોઇ નિરાકરણ ન આવે તો રાષ્ટ્રપતિ સમક્ષ સપરિવાર ઇચ્છા મૃત્યુની માંગ કરવામાં આવશે.

માંગણીઓમાં(૧) કાયમી કરી અને સરકારના ધારાધોરણો મુજબ વેતન આપવું,

(ર) છેલ્લા કેટલાક સમયથી આ યોજનાનું સંચાલન સ્વેચ્છિક સંસ્થાઓ એટલે કે NGO ને સોંપવામાં આવી રહ્યું છે, જેના કારણે અમારા ગરીબ કર્મચારીઓની રોજગારી છિનવાઇ જાય છે. અમારી માંગણી છે કે જયાં જયાં NGO દ્વારા સંચાલન ચાલે છે ત્યાં કોન્ટ્રાકટ રિન્યુ ન કરી ફરીથી અમારા કર્મચારીઓને સમાવવામાં આવે.

(૩) આખા ગુજરાતમાં રાજય સરકાર દ્વારા છેલ્લા ૨ વર્ષથી એકસુત્રતા લાવવા માટે ભોજન અને નાસ્તો એમ બે વખત ભોજન આપવાનું નક્કી થયેલ છે, પણ સરકાર દ્વારા નાસ્તાને અનુરૂપ અનાજનો જથ્થો કે પેશગી આજ સુધી પુરતા પ્રમાણમાં અનુ ગુણવત્તાયુકત આપવામાં આવતું નથી. જેથી જુના મેનુ મુજબ ભોજન આપવામાં અમારી માંગણી છે.

(૪) આ યોજનામાં ૭૦% થી વધુ મહિલા કર્મચારીઓ હોય, જેમને પ્રસુતિ સમયે માનવતાના ધોરણે મેડીકલ લીવ આપવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here