Friday, April 19, 2024
Homeશિરોહી પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યુ, રસ્તા પર હજારો લીટર દૂધની...
Array

શિરોહી પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યુ, રસ્તા પર હજારો લીટર દૂધની રેલમછેલ

- Advertisement -

બનાસકાંઠા : રાજસ્થાનનાં શિરોહી પાસે નેશનલ હાઇવે પર બનાસ ડેરીનું દૂધનું ટેન્કર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર દૂધનું ટેન્કર પલટી ખાઇ જતાં હજારો લીટર દૂધ ઢોળાઇ ગયુ હતું.

જેને કારણે આસપાસનાં ગામનાં લોકો વાસણો લઇને દૂધ લેવા માટે આવી ગયા હતાં. દ્રશ્યો એવાં સર્જાયા હતાં કે લોકો નેશનલ હાઇવે પર ઢોળાયેલું દૂધ વાસણોમાં ભરી ભરીને લઇ જતાં નજરે ચઢ્યા હતાં.

આખી ઘટનામાં જાણે શિરોહી નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હોય તેમ જોવા મળી રહ્યું હતું. હાવે પર અકસ્માત સર્જાવવાને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. સદનસીબે બનાસ ડેરીનાં દૂધ ભરેલા ટેન્કરનાં અકસ્માતને કારણે કોઇ જાનહાની થઇ નથી. જોકે હજારો લીટર દૂધ ઢોળાઇ જતા મોટુ નુક્સાન થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular