Wednesday, September 22, 2021
Homeહજ્જારો માઈલ દુર આ દેશમાં કાશ્મીર મુદ્દે ચૂંટણી લડાઈ રહી છે
Array

હજ્જારો માઈલ દુર આ દેશમાં કાશ્મીર મુદ્દે ચૂંટણી લડાઈ રહી છે

બ્રિટન, તા. 09 ડિસેમ્બર 2019, સોમવાર

ચૂંટણીઓ જીતવા માટે સ્થાનિક મુદ્દાઓ ઘણાં મહત્વપૂર્ણ હોય છે પરંતુ બ્રિટનમાં યોજાય રહેલી સામાન્ય ચૂંટણીનું કેન્દ્રબિંદુ કાશ્મીરનો મુદ્દો બન્યો છે. બ્રિટનની લેબર અને કંજરવેટિવ પાર્ટી બંન્ને જ ભારતીય મતદાતાઓને આકર્ષવામાં જોતરાય છે. રિપોર્ટ્સ પ્રમાણે બ્રિટનની લેફ્ટ વિંગ લેબર પાર્ટીના કાશ્મીર મુદ્દેના વલણના કારણે બ્રિટિશ હિંદુ મતદારો નારાજ છે.

સપ્ટેમ્બર મહિનામાં પાર્ટીની કોન્ફરન્સમાં લેબર પાર્ટીએ એક ઈમરજેન્સી મોશન પાસ કર્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય નિરીક્ષકને કાશ્મીર જઈને ત્યાંની સ્થિતીની સમિક્ષા કરવા કહ્યું હતું. લેબર પાર્ટીએ કાશ્મીરમાં નાગરિકોના અપહરણ, મહિલાઓના યૌન ઉત્પીંડન અને માનવાધિકારના ઉલ્લંઘનને લઈને ભારતની ટીકા કરી હતી.

 

લેબર પાર્ટીના આ પ્રસ્તાવને લઈને બ્રિટનના ભારતીય સમુદાયોમાં રોષ જોવા મળ્યો જે બાદ લેબર પાર્ટીએ સ્પષ્ટતા કરવી પડી કે તે કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાની જેમ જોઈ રહ્યાં છે. આ પ્રસ્તાવના કારણે બ્રિટનમાં ભાજપના સમર્થકો અને તેની સાથે જોડાયેલા તમામ સંગઠનોએ બ્રિટનમાં રહેતા ભારતીયોને લેબર પાર્ટીને મત નહી આપવા અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments