હજારો રૂપિયાની બ્યૂટી ટ્રિટમેન્ટને પણ પાછળ પાડી દેશે ચણાનાં લોટનાં આ ઉપાય

0
17

ડેસ્ક : આપણા રસોડામાં જ આપણા સ્વાસ્થ્ય અને સુંદરતાનો રાઝ છૂપાયેલો છે. આપણે હજારો રૂપિયાનો ધૂમાડો કરીને બ્યૂટી ટ્રિટમેન્ટ કરાવતા હોઇએ છીએ. પરંતુ આપણે જે વસ્તુઓ રોજબરોજ વાપરીએ છીએ તેનાથી પણ આપણે સુંદરતામાં નીખાર લાવી શકીએ છીએ. તો આપણે રસોડમાં વપરાતા ચણાનાં લોટ એટલે કે બેસનની વાત કરીએ કે જેનાથી તમે ત્વચાનો નિખાર વધારી શકો. બેસનમાં એવા અનેક ગુણધર્મો છે જે સૌંદર્યવર્ધક છે. બેસન સ્કિનને ડીપ ક્લિન્ઝિંગ કરે છે, તેથી જ તે ઉબટનની મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે.

બેસનમાં દહીં અને થોડી હળદર ઉમેરીને પેસ્ટ બનાવો. તેને તમે ત્વચા પર લગાવો. અડધા કલાક બાદ ઠંડા પાણીથી તેને ધોઈ લો. ત્યારબાદ તલના તેલથી ત્વચાની માલિશ કરી દો. આ પ્રયોગ સપ્તાહમાં ત્રણ વખત કરવાથી ફાયદો થાય છેબેસન, ચોખાનો લોટ, બદામ પાઉડર અને હળદરનાં પાઉડરમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ બેસનનું ઉબટન ચહેરા પર લગાવો. અડધો કલાક બાદ સ્નાન કરી લો. તેનાથી ત્વચા પરના ડેડ સેલ દૂર થશે અને ત્વચા કાંતિમય બની જશે.

સૂર્યનાં પ્રકાશથી ત્વચામાં કાળાશ આવી ગઇ હોય તો તેને દૂર કરવા માટે પણ બેસનના ઉબટનનો ઉપયોગ થાય છે. હળદર, બેસન, દહીં અને લીંબુનો રસ ઉમેરીને ઉબટન બનાવો અને ત્વચા પર લગાવો. અડધો કલાક બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉબટનના પ્રયોગથી ત્વચા લચી પડવાની સમસ્યા દૂર થાય છે તેમજ સ્કિનનું ડીપ ક્લીન્ઝિંગ પણ થાય છે.

બદામ પાઉડર, દૂધ, બેસન, લીંબુના રસને ઉમેરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. અડધો કલાક બાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ પ્રયોગ કરવાથી સ્કિન ટેન દૂર થાય છે અને ત્વચામાં નિખાર આવે છે.

બેસનનો ફેસ પેક ત્વચામાંથી તૈલીપણું પણ દૂર કરે છે. ત્વચા તૈલી હોય તો બેસનમાં દહીં અથવા દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો અને દરરોજ વીસ મિનિટ ચહેરા પર લગાવો પછી ઠંડા પાણીથી ફેસને ધોઈ લો. ઓઇલી સ્કિન માટે આ પ્રયોગ ઉપકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here