પ્રાંતિજ : મેન બજાર માં આવેલ દુધ ની દુકાન માંથી ૪૫૦૦૦ હજાર ની ચોરી, CCTV

0
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મેનબજાર માં આવેલ દુધ ની દુકાન માં રાત્રી ના સમયે તસ્કરો પાછળથી બારી તોડી દુકાન માં ધુસી દુકાનમાંથી ૪૫૦૦૦ ની રોકડ રકમ ની ચોરી કરી પ્રલાય થતાં દુધ ધર દુકાન માલિક દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી .

 

રાત્રી ના સમયે તસ્કરો દુકાન ની પાછળ ના ભાગે આવેલ બારી તોડી દુકાન માં ઘુસ્યા  .

પોલીસ અને હોમગાર્ડ આગળ ચોકી કરતા રહ્યા ને તસ્કરો પાછળ થી ચોરી કરી પ્રલાય .

સમગ્ર ચોરી ની ધટના દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરા કેદ .

સીસીટીવી ફૂટેઝ

 

 

 પ્રાંતિજ ના હાર્ડ સમાન બજાર ચોક દેસાઇ ની પોળ ખાતે આવેલ શ્રી કૃષ્ણ દુધ ધર દુકાન ની પાછળ ના ભાગે થી બારી તોડી અજાણ્યા તસ્કરો દુકાન માં પ્રવેશ કરી દુકાન માં ગલ્લામાં રહેલ રોકડા તથા પરચુરણ મળી ને કુલ-૪૫૦૦૦ ની ચોરી કરી પ્રલાય થયાં હતાં તો બજાર વચ્ચોવચ્ચ દુકાન હોવાથી રાત્રીના સમયે પોલીસ અને હોમગાર્ડ જવાનો દુકાન ની આગળ ચોકી કરતા રહી ગયાં ને તસ્કરો દુકાન ની પાછળ થી દુકાન માં ધુસી ને રોકડ રકમ પરચુરણ સહિત કુલ-૪૫૦૦૦ ની ચોરી કરી પ્રલાય થઇ ગયાં હતાં.

 

બાઇટ : સંગીતા બેન મોદી (દુકાન માલિક)

 

તો આ ચોરી ની સમગ્ર ધટના દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરા કેદ થઇ છે તો દુધ ધર દુકાન માલિક સંગીતાબેન નિરવભાઇ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી તો બજાર માં અન્ય  વેપારી ઓ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરતાં કોઇ બંધ અને કોઇ વેપારીઓએ માત્ર શટર ના તાળા પુરતા મર્યાદાદિત હતાં તો વેપારીઓ દ્વારા કેમેરા ખાલી દેખાવ પુરતા લગાવેલ હોય તેવું હાલતો સ્પસ્ટ જણાઈ આવે છે ત્યારે હાલ તો દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરા ના ફૂટેજ આધારે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવા મા આવી છે .

 

રિપોર્ટર : સંજય રાવલ, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here