ભારતમાં એમેઝોનના કારોબાર પર ખતરો, સંસદિય સમિતિ સમક્ષ હાજર થવાનો ઈનકાર કરતાં સરકાર કડક પગલાં લઈ શકે છે

0
6

વિશ્વની અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોને ડેટા પ્રોટેક્શન અંગે સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેને લીધે કંપની સામે સરકાર કાર્યવાહી કરી શકે છે. ભાજપના સાંસદોએ સમિતિ સમક્ષ અમેઝોન દ્વારા કરવામાં આવેલા ઈન્કારને વિશેષાધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યુ છે. કંપનીને સમિતિ સમક્ષ 28 ઓગસ્ટના રોજ ઉપસ્થિત થવાનું હતું. ડેટા પ્રોટેક્શન અંગે સંસદીય સમિતિના વડા મીનાક્ષી લેખીએ કહ્યું કે અમેઝોને સમિતિ સમક્ષ ઉપસ્થિત થવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે સમિતિ એકમતથી એમેઝોન સામે કાર્યવાહી કરવાના પક્ષમાં છે.

28 અને 29 ઓક્ટોબરના રોજ સમિતિની બેઠક યોજાશે

પર્સનલ ડેટા પ્રોટેક્શન વિધેયક-2019 અંગે સંસદની સંયુક્ત સમિતિની બેઠક 28 અને 29 ઓક્ટોબરના રોજ યોજાવાની છે.આ બેઠકમાં અમેઝોન તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને સંયુક્ત સમિતિ સામે મૌખિક નિવેદન આપવા માટે 28 ઓક્ટોબરનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પેટીએમ અને ગૂગલને આ સમિતિ સમક્ષ 29મી ઓક્ટોબરના રોજ ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યા છે.

11 ડિસેમ્બર 2019ના રોજ આ સમિતિની રચના થઈ હતી

પર્સનલ ડેટા પ્રોટેક્શન વિધેયક-2019 અંગે સંસદની સંયુક્ત સમિતિની 11 ડિસેમ્બર,2019ના રોજ રચના કરવામાં આવી હતી. સંસદની વેબસાઈટ પ્રમાણે આ સમિતિના સભ્યોમાં મીનાક્ષી લેખી, એસએસ અહલુવાલિયા, પીપી ચૌધરી, રાજીવ ચંદ્રશેખર તથા ડેરેન ઓબ્રાયનનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here