તાપી : મોટી બહેનને જાનથી મારવાની ધમકી આપી નરાધમે સગીરાને પીંખી નાખી.

0
6

રાજ્યમાં મહિલાઓ સલામત હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારો વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના વ્યારામાં હવસખોર નરાધમે સગીરાને બે વખત પીંખી નાખી હતી.

મળતી વિગત મુજબ, નરાધમે મોટી બહેનને જાનથી મારવાની ધમકી આપી મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, વ્યારા નગરમાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા શોયેબ રાહતખાન પઠાણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. શોયેબે સગીરાને તેની મોટી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સગીરાના ઘરની બહાર આટાફેરા મારતો હતો.

શોયેબે સગીરાને ગભરાવી સ્ટેશન રોડ પર આવેલા એન.પી.જી બિલ્ડિંગના ફ્લેટ પર બોલાવી હતી. જ્યાં બબ્બે વખત સગીરાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. જેના પગલે ગભરાયેલી સગીરાએ આ અંગે માતા-પિતાને જાણ કરી હતી.

બાદમાં પરિવારજોનો આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.