મહેસાણા : યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે લગ્ન કરી દુષ્કર્મ આચર્યું,

0
64

મહેસાણા: મહેસાણાની યુવતીની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક કોર્ટમાં લગ્ન કરાવી પાટણમાં 10 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરનાર શખ્સ અને તેને મદદ કરનારા 3 વ્યક્તિઓ સામે શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પાટણના બાલીસણાના ઉનમણાવાસમા રહેતો વિજયજી શીવાજી ઠાકોર મહેસાણાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેઓ વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો.આ દરમિયાન વિજયજીએ પોતાની પાસે રહેલી તસ્વીરો વાયરલ કરવાની ભાઇને મારી નાખવાની ધમકી આપી યુવતીને પાટણ કોર્ટમાં બોલાવી લગ્નના કાગળમાં સહીઓ અને અંગુઠા કરાવી લગ્નની નોંધણી કરાવી હતી. ત્યાર બાદ વિજયજી ઠાકોર યુવતીને જબરજસ્તી પૂર્વક યુવતીને પાટણ લઇ જઇ અજાણી જગ્યાએ 10 દિવસ રાખીને દુષ્કર્મ આચર્યું હતુ. તેમજ વિજયજીની માતાએ યુવતીને માર માર્યો હતો.ભાગીને પિતાના ઘરે પહોચેલી યુવતીએ શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં વિજયજી શીવાજી ઠાકોર,જાલમજી ચેનાજી ઠાકોર રહે.સુંવાળા તા.અમદાવાદ,સુનિલકુમાર અમરસિંહ ઠાકોર રહે.ઓઇલમીલ છાપરા રોનકબજારની સામે.રાણીપ,અમદાવાદ અને સવિતાબેન શીવાજી ઠાકોર રહે.બાલીસણા સામે દુષ્કર્મ,અપહરણ અને મારમારવાનો ગુનો નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here