સેલવાસ : નમો મેડિકલ કોલેજ સંઘપ્રદેશના લોકો માટે આશીર્વાદ સમાનઃ ગૃહમંત્રી અમિત શાહ

0
0

સુરતઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સેલવાસની મુલાકાતે આવ્યા હતા. સાયલી એસ.એસ.આર કોલેજ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નમો મેડિકલ કોલેજમાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ત્યારબાદ અક્ષયપાત્ર મધ્યાહન ભોજન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં સાયલી ખાતે આવેલી કોલેજમાં લોકો અમિત શાહની સભામાં હાજર રહેવા ઉમટી પડ્યા હતા. જેમાં પોલીસ દ્વારા કાળા કલરના કપડાવાળા વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. દરમિયાન અમિત શાહે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નમો મેડિકલ કોલેજ સંઘપ્રદેશના લોકો માટે આશીર્વાદ સમાન છે.

સંઘપ્રદેશનો વિકાસ અન્ય સંઘપ્રદેશો માટે પ્રેરણા રૂપ

અમિત શાહે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશને આગળ લઈ જવા માટે તમામ નેતાઓનો આભાર. સંઘપ્રદેશમાં ગેસ, વીજળી, શૌચાલય પહોંચાડવાનું કામ પુરૂ કરવામાં આવ્યું છે. 150થી વધુ ડોક્ટરો બનીને સંઘપ્રદેશના લોકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. મેડિકલ કોલેજ સંઘપ્રદેશના લોકોમાં માટે આશીર્વાદ સમાન છે. સંઘપ્રદેશનો વિકાસ અન્ય સંઘપ્રદેશો માટે પ્રેરણા રૂપ બનશે.

કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પાર્ટીએ સાફ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી હોત તો આજે તમામ લોકોના ઘરમાં શુદ્ધ પાણી આવી રહ્યું હોત. નરેન્દ્ર મોદી સરકારે લોકોના ઘરમાં શુદ્ધ પાણી પુરૂ પાડવાનો સંકલ્પ કર્યો છે. અને ઘરોમાં શૌચાલય સહિતની પ્રથમિક સુવિધાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પની લોકોના જીવનમાં મોટો બદલાવ લાવશે.

પ્લાસ્ટિક બેગ ન લઈ જવા અપીલ

પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટીક બેગના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સંઘપ્રદેશની જનતાને અપીલ કરી છે. સ્વચ્છતા અને પર્યાવરણમાં અવરોધ પ્લાસ્ટિક છે. ગાય જ્યારે પ્લાસ્ટિક ખાઈ જાય અને પેટમાંથી 10 કિલો કાઢવું પડે ત્યારે ગાયને કેટલી વેદના થાય. જેથી પર્યાવરણની જાળવણી માટે બહેનોને કપડાંની થેલી લઈ અને શાકભાજી લેવા જાય. ભલે થોડું જૂનવાણી લાગે પણ કપડાંની થેલી લઈ વસ્તુઓ લેવા જાય. ખાદી, કંતાન અને કપડાંની થેલી વાપરો. દુકાનદારોને પણ કપડાંની થેલી વેચે છે. સંઘપ્રદેશના લોકો સંકલ્પ લે તો વિશ્વમાં આગળ વધીએ.

આતંકવાદીઓને મોટો ઝટકો આપ્યો

70 વર્ષમાં જે ન થયું તે મોદી સરકારે કરી બતાવ્યું. 70 વર્ષમાં 370 અને 34એ કલમ હટાવવાની કોઈ હિંમત ન હતી. એક ઝાટકે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી દીધી. એક ઝાટકે કલમ હટાવી આતંકવાદીઓને મોદી સરકારે મોટા ઝટકો આપ્યો છે. કાશ્મીરમાં હાલ સંપૂર્ણ શાંતિ છે.કેટલાક લોકો 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે દેશની વાત હોય ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. રાહુલ ગાંધીના નિવેદનોનો પાકિસ્તાનમાં વખાણ થાય છે.

આવાસ યોજનાનો મુદો ઉઠશે

દાનહમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. જેથી જિલ્લા પંચાયતની ટીમે નિરીક્ષણ પણ કર્યુ હતું, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સેલવાસમાં આવ્યા છે. જેમને આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત થશે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે. કારણ કે આ મુદે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રકરણમાં પ્રશાસનની કામગીરી પોલ ખુલ્લી પડી હતી.

શાહ અંગત મુલાકાત નહીં આપે તેવી વકી

ભાજપમાં ચાલી રહેલા વિખવાદ વચ્ચે દાનહની મુલાકાતે આવેલા અમીત શાહ ભાજપના અન્ય હોદ્દેદારો સાથે અગંત મુલાકાત કરશે નહીં તેવી શક્યતા જણાય રહી છે. આ ઉપરાંત ગૃહમંત્રી શાહ સમક્ષ કેટલાક બેરોજગાર બનેલા કર્મચારીઓનું જૂથ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યું હોવાથી તેઓને શાહની મુલાકાતથી દૂર રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here