હાથમાં તલવાર સાથે મિયાંદાદનુ નાટક, ભારતીયોને મારવાની ધમકી

0
39

ઈસ્લામાબાદ, તા.1 સપ્ટેમ્બર 2019, રવિવાર

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનમા થયેલા એક વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી નાટક કર્યુ હતુ.

મિયાંદાદે હાથમાં તલવાર લઈને ભારતને ધમકી આપી હતી. જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે તલવાર સાથે કહી રહ્યો છે કે, જો હું બેટથી સિક્સ મારતો હોઉં તો આ તલવાર પણ મારી શકો છું.

મિયાંદાદ એવુ કહેતો નજરે પડે છે કે, જો હું બેટથી સિક્સ મારી શકું તો આ તલવારથી મામસ પણ મારી શકું છું.

આ પહેલા પણ મિયાંદાદે ભારતને યુધ્ધની ધમકી આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન પાસે જે પરમાણુ બોમ્બ છે તે દેખાડવા માટે નથી પણ ઉપયોગ માટે છે. અમને એક તકની જરૂર છે અને ભારતને દુનિયાના નકશા પરથી જ ખતમ કરી નાંખીશું. મોદી સાહેબને આ વાતની ખબર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here