Thursday, January 23, 2025
HomeદેશNATIONAL: ઈમેલ મા મળી ચેન્નાઈની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.....

NATIONAL: ઈમેલ મા મળી ચેન્નાઈની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી…..

- Advertisement -

ગુરુવારે ચેન્નાઈમાં ગભરાટનું વાતાવરણ હતું, જ્યારે ઘણી ખાનગી શાળાઓના ઈમેલ પર બોમ્બની ધમકીઓ મળી હતી. શાળાઓમાં ગભરાટનો માહોલ છે, શાળાના બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ વિંગ આઈપી એડ્રેસને ટ્રેસ કરવા માટે તપાસ કરી રહી છે જેનાથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી લેવામાં આવશે.

ચેન્નાઈની કેટલીક શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ, પોલીસ એક્શનમાં આવી ગઈ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે શાળાઓ પહોંચી. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે ઘરે પરત મોકલી દીધા છે. વાલીઓ શાળાઓમાંથી માહિતી મેળવીને અથવા સ્થાનિક ટીવી ચેનલો પર સમાચાર જોયા બાદ ગોપાલપુરમ, મોગપ્પર, પેરિસ અને અન્ના નગર જેવા વિસ્તારોની શાળાઓમાં પહોંચ્યા હતા.

શાળાઓની આસપાસ ભીડ અને મૂંઝવણને કારણે, ગ્રેટર ચેન્નાઈ પોલીસ એ લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરવી પડી. જીસીપીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, જીસીપીની સીમામાં આવેલી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં બોમ્બની ધમકીઓ ધરાવતા ઈ-મેઈલ પ્રાપ્ત થયા હતા. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ને આ શૈક્ષણિક સંસ્થાઓમાં તોડફોડ વિરોધી તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને આ ઈ-મેલ્સ મોકલનાર ગુનેગારને ઓળખવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં મળતી માહિતી અનુસાર, તમને જણાવી દઈએ કે ડીએવી ગોપાલપુરમમાં આવેલી ચેન્નાઈ પબ્લિક સ્કૂલ અને પેરિસની સેન્ટ મેરી સ્કૂલ તે સ્કૂલોમાં સામેલ છે જેને બોમ્બની ધમકી સાથેનો મેલ મોકલવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular