સુરત : સ્પાની આડમાં દેહવિક્રય માટે 14 વર્ષની સગીરા અને 19 વર્ષની યુવતીને ગોંધી રાખનારા ત્રણ ઝડપાયા

0
26

શહેરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે લાલ આંખ કરી હોય તેમ નવા નવા કૌભાંડ સામે આવી રહ્યાં છે. અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફિનિટી હબમાં ચાલતા સ્પામાં પોલીસે છાપો મારી સ્પાની આડમાં બહારથી લાવી 14 વર્ષની સગીરા અને 19 વર્ષની યુવતીને ગોંધી રાખી દેહવિક્રય કરાવતા ત્રણને ઝડપી લેવામાં આવ્યાં છે. હાલ પોલીસે આ ગોરખધંધામાં સામે અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

દેહવિક્રય કરાવવામાં આવતો હતો

પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બાતમીના આધારે પોલીસે શુક્રવારે સાંજે અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફિનિટી હબમાં દુકાન નંબર 7માં ચાલતા સ્પામાં રેઈડ કરી હતી.પોલીસને સ્પામાંથી 14 વર્ષની સગીરા અને 19 વર્ષની યુવતી મળી આવી હતી. લોકડાઉન બાદ બંનેને સુરત લાવી અહીં ગોંધી રાખી દેહવિક્રય કરાવતા હોવાની હકીકત તેમની પૂછપરછમાં બહાર આવી હતી.

ત્રણ ઝડપાયા ચાર વોન્ટેડ જાહેર

પોલીસે સ્પાના સંચાલક અંકિત મનસુખભાઇ કથિરીયા ( રહે.307, ઇન્ફિનિટી હબ, અલથાણ, ભીમરાડ કેનાલ રોડ,વેસુ, સુરત. મૂળ ગામ-જીરા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) અને વિજય નાગજીભાઇ પાધરા ( ઉ.વ.25, રહે 307, ઇન્ફિનિટી હબ, અલથાણ, ભીમરાડ કેનાલ રોડ, સુરત. મૂળ ગામ મોળવેલ, તા. ધારી, જી. અમરેલી ) અને મેનેજર વિશાલ સંજય વાનખેડે ( ઉ.વ.20, રહે, 309,તડકેશ્વર -2, મહાદેવ મહોલ્લો, આઝાદનગર રોડ, ખટોદરા, સુરત ) ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પૂછપરછનાં આધારે આ રેકેટમાં સામેલ નીતુ, મિલન, મોહસીન અને સબ્બીર આલમને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here