મહેસાણા : સતલાસણા રોડ પર તારંગા નજીક મળી આવ્યા શંકાસ્પદ હાલતમાં ત્રણ મૃતદેહ

0
3

મહેસાણાના સતલાસણા નજીક ત્રણ મૃતહેદ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવને લઇ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થાતં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

તપાસમાં મહિલાનું નામ જાગૃતિ બહેન હોવાનું જાણવા મળ્યું છે જે હાલ ખેરાલુમાં રહેતા હતા. ગત રાતે મહિલા તેના પુત્ર અને યુવક સાથે રીક્ષામાં સતલાસણાના નજીક આવ્યા હતા. જ્યાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ઘટનાની ખબર પડતા આજુબાજુના લોકોના ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા. અને હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યાં ડોક્ટરે તમામને મૃત ઘોષિત કર્યા હતા.

આપઘાત પાછળનું કારણ હજૂ જાણી શકાયું નથી તો બીજી તરફ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.