રાજકોટમાં ત્રણ અને બરવાળામાં એક કેસ નોંધાયો, રાજકોટ જિલ્લામાં કેસની સંખ્યા 100ને પાર

0
9

રાજકોટમાં આજે વધુ ત્રણ કેસ નોંધાયો છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ગ્રામ્યના બે કેસ નોંધાયા છે.જેથી શહેરમાં પોઝિટિવ આંક 81 પર પહોંચી ગયો છે. અને ગ્રામ્યનાં 20 મળી કુલ પોઝિટિવની સંખ્યા 101 પર પહોંચી ગઈ છે. જ્યારે જુનાગઢમાં ત્રણ મહિલાએ કોરોના સામે જીત મેળવી છે. રાજકોટમાં આજે 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ પોઝિટિવ, 37 નેગેટિવ અને  25 રિપોર્ટ આવવાના બાકી છે. બરવાળાના ચોકડી ગામે 56 વર્ષની મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહિલા શિક્ષક 12 દિવસ પહેલા તેના પતિ અને પુત્ર સાથે મુંબઈ પ્રવાસે હતી. આરોગ્ય તંત્રની ટીમ ચોકડી ગામે દોડી ગઈ છે. બોટાદ જિલ્લામાં કુલ કોરોનાના 58 કેસો નોંધાયા છે. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 2 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે.

રાજકોટમાં 80 કેસમાંથી 73 ડિસ્ચાર્જ અને 6 સારવાર હેઠળ

જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા મુસ્તાકભાઇ કાદરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ  દિલીપભાઇ સંઘાણી અને વાસંતીબેન દિલીપભાઇ સંઘાણી  મુંબઇ, માટુંગ઼ાથી રાજકોટ આવ્યા હતા અને ફર્ન હોટેલ ખાતે ક્વોરન્ટીન થયા હતા. ત્યાંથી ગઇકાલે બપોરે તેમને ક્રાઇષ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.  રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજદિન સુધીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 73 વ્યક્તિઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. હાલ 6 કોરોના પોઝિટિવ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જુનાગઢ જિલ્લામાંથી 3 મહિલાઓને ડિસ્ચાર્જ અપાયો

જુનાગઢ જિલ્લામાં કોરોનાગ્રસ્ત 3 મહિલાઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લામાં કુલ 26 કોરોનાના કેસ નોંધાયા હતાં. જેમાંથી 9 કેસને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે આજે વધુ 3 મહિલાઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ ત્રણ મહિલાઓમાંથી 2 મહિલા ભેંસાણની અને 1 મહિલા માંગરોળની છે. જેથી હાલ 26માંથી 14 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here