Friday, March 29, 2024
Homeત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર...
Array

ત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહીં કરી શકે

- Advertisement -

ઈંગ્લેન્ડના કોર્નવાલમાં થયેલા ત્રિદિવસીય જી-7 સંમેલન સામે ચીને સખત વાંધો ઉઠાવ્યો છે. ચીને આ સંમેલનને પોતાની વિરુદ્ધ જૂથબંધી ગણાવ્યું છે. એટલે તેણે રવિવારે જી-7 દેશોને ધમકી આપતા કહ્યું કે, હવે પહેલાની જેમ મુઠ્ઠીભર દેશો વિશ્વ પર રાજ નહીં કરી શકે. એ દોર હવે ખતમ થઈ ગયો છે. પહેલા એટલા જ દિવસો દુનિયાનું ભવિષ્ય નક્કી કરતા હતા.

લંડન સ્થિત ચીન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે, પહેલા અમુક દેશના નાના જૂથ વૈશ્વિક નિર્ણયો કરતા હતા. અમે પહેલેથી માનીએ છીએ કે, દેશ નાનો હોય કે મોટો, મજબૂત હોય કે નબળો, ગરીબ હોય કે અમીર- બધા સમાન છે. વિવિધ વૈશ્વિક મુદ્દે તમામ દેશો સાથે વિચારવિમર્શ કર્યા પછી જ નિર્ણયો લેવા જોઈએ. હકીકતમાં આ સંમેલનના બીજા દિવસે જી-7 દેશો એટલે કે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી, ફ્રાંસ અને જાપાને ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડ વિરુદ્ધ નવો પ્રોજેક્ટ લૉન્ચ કરીને ડ્રેગન વિરુદ્ધ રણશિંગુ ફૂંકી દીધું છે. તેને લઈને ચીન આ દેશો સામે લાલઘૂમ છે. જી-7 સંમેલન દુનિયામાં રસીકરણ કરવા, ક્લાઈમેટ ચેન્જ રોકવા મોટી રકમ અને ટેક્નોલોજી આપવાના વચનો આપીને રવિવારે સંપન્ન થઈ ગયું.

દુનિયાની 4 કરોડ યુવતીને શિક્ષિત કરવાનું લક્ષ્ય
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, જી-7 દેશોએ દુનિયાની ચાર કરોડ યુવતીઓને સ્કૂલ પહોંચાડવા અને તેમને શિક્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે જી-7 નેતાઓ ગ્લોબલ પાર્ટનરશિપ કરીને ભંડોળ ભેગું કરશે. આ માટે બ્રિટન 430 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 4442 કરોડ) દાન કરશે. તેમનું કહેવું છે કે, આજેય અનેક મહિલાઓ શિક્ષણથી દૂર છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન છે.

ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા પર પણ જી-7નો ભાર
ત્રિદિવસીય બેઠકમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા પર પણ ભાર મૂકાયો છે. બોરિસ જોનસને કહ્યું કે, વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં બ્રિટનનો હિસ્સો 20% છે. આ સપ્તાહના અંતથી ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધની લડાઈ શરૂ થશે. તેમાં જી-7 મહત્ત્વની ભૂમિકા ભજવશે. ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા જી-7 સભ્ય દેશોએ સંકલ્પ કર્યો છે અને વિકાસ દેશોને પણ તેઓ અપીલ કરશે.

ફ્રેન્ચ પ્રમુખ મેક્રોંની ટિપ્પણી પર જોનસન ભડક્યા
આ બેઠકમાં ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કથિત રીતે કહ્યું કે, ઉત્તર આયર્લેન્ડ બ્રિટનનો હિસ્સો નથી. તેને લઈને બોરિસ જોનસન ભડક્યા અને કહ્યું કે, આ અમારો આંતરિક મામલો છે. બીજી તરફ, બ્રિટનના વિદેશ મંત્રી ડોમેનિક રાબે કહ્યું કે, ઉત્તર આયર્લેન્ડ મુદ્દે ફ્રાંસના પ્રમુખની ટિપ્પણી અપમાનજનક છે. ઈયુ વર્ષોથી ઉત્તર આયર્લેન્ડને એક અલગ દેશના રૂપમાં જુએ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular