હવામાન વિભાગ : ત્રણ દિવસ અમદાવાદ સહિતના વિસ્તારોમાં હીટ વેવની આગાહી, દ.ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે

0
0
  • ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ વેવ રહેશે
  • આજે રાજ્યમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે

અમદાવાદ. રાજ્યમાં આવનાર 3 દિવસ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગરમીમાં અતિ વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ વેવ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (આજે) છોટા ઉદેપુર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને આવનાર 2 દિવસ ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. જ્યારે બુધવારથી ત્રણ દિવસ સુધી સાબરકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતી બની શકે છે. આજની વાત કરીએ રાજ્યમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.9 ડિગ્રી હતું. હવામાન વિભાગ અનુસાર, આવનાર 3 દિવસમાં અમદાવાદમાં તાપમાન 41.9 ડિગ્રીથી વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here