સુરત : પુણા વિસ્તારમાંથી 2.36 લાખનું 472 ગ્રામ ચરસ સાથે ત્રણ ઈસમો ઝડપાયા.

0
0

સુરતમાં પોલીસે નશાનો કારોબાર કરનારા સામે કડકાઈથી કામ શરૂ રાખ્યું છે. શહેરના પુણા વિસ્તારના રઘુવીર સિલીયમ પાસેથી પુણા પોલીસે બાતમીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી જેની અંગ ઝડતી માંથી પોલીસે 472 ગ્રામ ચરસ મળી આવ્યું છે. જેની અંદાજીત કિંમત 2.36 લાખ આંકવામાં આવી છે.

બાતમીના આધારે ચરસ ઝડપાયું

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પુણા પોલીસે બાતમીના આધારે કુંભારીયા ગામ પાસેની રઘુવીર સિલીયમ નામની બિલ્ડિંગ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સ્થળ ઉપર બે લોકો ચરસ વેંચવા આવવા હોવાની બાતમીના આધારે પોલીસે લાડુનાથ તથા પ્રકાશ ઉર્ફે સુરજ નરસિંહ રામ જાડજને ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનના જોધપુરના વતની આ બંનેની અંગ ઝડતીમાંથી 472 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. જેની કિંમત પોલીસે 2.36 લાખ આંકી હતી.

ચરસ લેવા આવનાર પણ ઝડપાયો

આરોપીઓ પાસેથી ચરસનો જથ્થો લેવા આવનાર જીગ્નેશ હરિશ ઠાકોરને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ ફોન , મોપેડ ગાડી કબજે લીધી હતી. ચરસનો જથ્થો જોધપુરના ગણેશનાથ અને હિમાચલ પ્રદેશના નૌલારામ અને ચરસ મંગાવનાર સુરતના મિતેશ સુનીલ પાંડેને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here