બનાસકાંઠા : લાખણી તાલુકાના ત્રણ શિક્ષકોને પ્રતિભાશાળી એવોર્ડ એનાયત

0
47

લાખણી : શિક્ષણ પ્રેમી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરમાં સુધારો લાવનાર શિક્ષકોને પ્રથમવાર પ્રતિભાશાળી એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જેમાં લાખણી તાલુકાના ત્રણ શિક્ષકો ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડના હકદાર બન્યા છે યોગાનુયોગ આ ત્રણેય શિક્ષકો લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહે છે. તેથી સોસાયટીનું પણ ગૌરવ વધવા પામ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા શાળામાં થતા શિક્ષણ કાર્યમાં નવીન પ્રવૃતિઓ, અવનવા પ્રયોગો અને શિક્ષણ ક્ષેત્રે કરેલા સુધારાની કદર રૂપે શિક્ષકોને પ્રતિભાશાળી એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે જેમાં લાખણી તાલુકાની અસાસણ પ્રાથમિક શાળાના આચાર્ય પંચાલ ચિંતનભાઈ વસંતભાઈને શાળામાં અસરકારક નેતૃત્વ, બાળકોની હાજરી માટેના પ્રયોગ, શાળાની ભૌતિક ખિલવણી અને ગુણવતાલક્ષી શિક્ષણ માટે તથા જેતડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ મયૂરીબેન ચિંતનભાઈને પ્રજ્ઞા વર્ગમાં સુંદર કામગીરી અને શૈક્ષણિક સુધારા બદલ તેમજ મડાલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પટેલ તુષારભાઈ વી. ને બાળકોના અક્ષર સુધારણા માટે વિવિધ પ્રવૃતિઓ, હોંશિયાર બાળકો દ્વારા પ્રિય બાળકોને મદદરૂપ થવાની અવનવી પ્રયુક્તિઓ બદલ આ એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્રણેય શિક્ષકોએ એવોર્ડ મેળવી લાખણી તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા