Friday, December 3, 2021
Homeમોરબી : એમ્બ્યુલન્સ પલટતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત.
Array

મોરબી : એમ્બ્યુલન્સ પલટતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત.

મોરબીના હળવદના ધનાળા નજીક એમ્બ્યુલન્સ પલટી મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. માંડવીના લયજા ગામનો પરિવાર અમદાવાદથી સારવાર લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધનાળા ગામ પાસે રાત્રે 12 વાગ્યાના આસપાસ એક એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી, આ એમ્બ્યુલન્સમાં એક દર્દી, ડ્રાઈવર તથા અન્ય ચાર લોકો સવાર હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સના ચાલકને સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તો ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તો અન્ય ત્રણ ઘાયલોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ એમ્બ્યુલન્સ અમદાવાદથી માંડવી તરફ જઈ રહી હતી. માંડવીના ગઢવી પરિવારના એક બાળકને વીજળીનો કરંટ લાગવાથી તેને અમદાવાદની હોસ્પિટલમાં પરિવાર દ્વારા સારવાર માટે લઈ જવાયો હતો. ત્યારે પરિવાર સારવાર લઈને માંડવી તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકનો બચાવ થયો છે. તથા અન્ય બે વ્યક્તિનો બચાવ થયા છે. તો ત્રણ લોકોના મોતથી ગગજી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મૃતકોના નામ

  • વાલજી કાનીયાભાઇ ગગજી , ઉંમર 39 વર્ષ
  • કાનીયાભાઇ પબુભાઇ ગગજી, ઉંમર 61 વર્ષ
  • વસંત હરીભાઇ ગગજી, ઉંમર 25 વર્ષ

 

રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments