અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ અને એકનું મોત, કુલ 121 કેસ અને મૃત્યુઆંક 4 થયો

0
0

અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસો નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 121 પર પહોંચ્યો છે. સાણંદના ગોધાવી ગામ, વિરમગામ અને ધંધુકાના પાછમ ગામે પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં વિરમગામના વૃદ્ધનું મોડી રાતે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં મોત પણ થઈ ગયું છે. જિલ્લામાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. દસક્રોઈ અને ધોળકા તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. ગયા મહિને દેવેન ભટ્ટનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ તેઓ SVP હોસ્પિટલમાં રહ્યા હતા, બાદમાં સમરસ હોસ્ટેલમાં પોઝિટિવ દર્દીઓની સેવામાં લાગી ગયા હતાં. ચાંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડની જવાબદારી નિભાવતા દેવેન ભટ્ટે મંગળવારે પ્લાઝમા ડોનેટ કર્યા હતા. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે.

શહેરમાં કોરોનાના 267 નવા કેસ, 21ના મોત 

શહેરમાં 11મેની સાંજથી 12મેની સાંજ સુધીમાં કોરોનાના 267 નવા કેસ સામે આવ્યા છે અને 21ના મોત થયા છે જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં 6,353 કેસો અને મૃત્યુઆંક 421 થયો છે. જ્યારે 1874 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

શહેરમાં 15 મેના રોજ શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here