કોરોના : સુરત : વધુ ત્રણ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 50 થયો, 45 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત

0
8

સુરત. શહેરમાં આજે વધુ ત્રણ કેસ અને સોમવારે લોકલ ટ્રાન્સમિશનના નવ અને મંગળવારે વધુ સાત કેસ નોંધાયા છે. જેથી સુરત જિલ્લાનો પોઝિટિવનો આંકડો 50 પર પહોંચી ગયો છે. જ્યારે એક પોઝિટિવ 45 વર્ષીય મહિલાનું મોત થયું છે. જેથી મોતનો આંક પાંચ થયો છે. પાલિકા દ્વારા માસ સેમ્પલિંગ દ્વારા મળતા પોઝિટિવને લઈને 10 નવા ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 86 ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

2.91 લાખ લોકો હોમ ક્વોરન્ટીન

386 સેમ્પલમાંથી 339 નેગેટિવ અને 45 પોઝિટિવ આવ્યા છે, જ્યારે 2 રિપોર્ટ પેન્ડિંગ છે. શહેરના 45 અને જિલ્લાના બે મળી કુલ 47 કેસ થયા છે. કોમ્યુનિટી સેમ્પલમાં વધુ સાત કેસ સામે આવ્યા છે. હાલ સુધીમાં રાંદેર, બેગમપુરા-ઝાંપાબજારના વિસ્તારો ક્લસ્ટર કોરોન્ટાઇન હતાં. હવે પાલિકા કમિશનરે પાંચ ઝોન અને તેમજ અગાઉનો છઠ્ઠો ઝોન રાંદેર મળી કુલ 61,982 ઘરોમાં રહેતાં કુલ 2,91,942 લોકોને હોમ ક્વોરન્ટીનમાં રહેવા આદેશ કર્યો છે.

માસ સેમ્પલિંગથી દ્વારા સઘન કામગીરી

છેલ્લા પાંચ દિવસથી માસ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. જેમાં આઠ સેન્ટર બનાવાયા છે. ગત રોજ એક જ દિવસમાં 590 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ ટેસ્ટ મારફતે ક્યા વિસ્તારમાં અને તેનો સોર્સ શું છે તે જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here