પાદરા કંપનીના બ્લાસ્ટમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી, બે લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા

0
20

પાદરાની કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 કર્મીના મોત થયા હતા જે મામલે ત્રણ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે. કંપનીમાં સુરક્ષાના સાધનોની અછત ને પગલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં કંપનીના ડાયરેક્ટર સત્યકુમાર બાલ નાયર, ઓપરેટર કમ સુપરવાઈઝર રાજુભાઇ રાઠવા,પ્લાન્ટ મેનેજરઆકાશ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે.

તેમજ કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ અને ડાયરેકટર પુત્ર સ્વેતાશું પટેલ બન્ને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here