મહેસાણા : ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત.

0
4

મહેસાણાના વડનગર-વિસનગર હાઈવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસના જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

વડનગર-વિસનગર હાઈવે પર ગુંજા ગામ નજીક આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું હતું. ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો છે.

અકસ્માતના પગલે એકઠી થયેલી ભીડમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકો વિસનગર અને સિપોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here