પાવી જેતપુર પાસે પશુ ભરેલી પીકઅપ ગાડીએ બાઈકને અડફેટે લેતા દંપતિ સહિત 3 લોકોના મોત.

0
7

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભાણપુરી પાસે પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતિ સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પાવી જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.

પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી
પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી.

બેના ઘટના સ્થળે જ મોત, એકનું સારવાર દરમિયાન મૃત્યુ

પાવી જેતપુર તાલુકાના ભાણપુરી ગામના પશુ ચિકિત્સક જસવંત રાઠવા તેમની પત્ની વનિતા રાઠવા પોતાની બાઇક લઈને એક સામાજિક પ્રસંગમાં ગયા હતા, જ્યાંથી પાછા ફરતી વખતે મોટીબેજથી તેમના માસી સવિતાબેન પણ તેમની બાઇક ઉપર સવાર થઈને તેમની સાથે જતા હતા, ત્યારે ભાણપુરી ગામની પાસે ચોકડી ઉપર પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બાઈક સવાર જસવંત રાઠવાને ટક્કર મારતા બાઇક રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી અને બોલેરો પીકઅપ ગાડીની ટક્કરે ગંભીર ઇજાગ્રસ્ત જસવંત રાઠવા અને તેમની પત્ની વનિતા રાઠવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પાવી જેતપુર પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી
પાવી જેતપુર પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી

ભાણપુરી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું

સવિતાબેનને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સમાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને પગલે ભાણપુરી ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ પાવી જેતપુર પોલીસને થતાં પાવી જેતપુર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here