અમદાવાદ : શેરબજારમાં નફાની લાલચ આપીને ઠગાઈ કરતી યુવતી સહિત ત્રણ ઇન્દોરથી ઝડપાયા

0
71

પાલડીની એક મહિલાને ઇમેલ તથા ફોન કરી પોતાની કંપનીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી 19 લાખથી વધુની છેતરપિંડી કરનારી એક મહિલા સહિત ત્રણ વ્યક્તિની ત્રિપુટીને સાઇબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડી છે.

પાલડીમાં રહેતા અને શેર બજારના ટ્રેડિંગનો બિઝનેસ કરતા શાલિની ઠાકર પર ગત જુલાઈમાં એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પ્રોમાટ બ્રોકિંગ લિમિટેડમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે શાલિની ઠાકરને તેમની કંપની મારફતે શેરબજારમાં લેવેચનો ધંધો કરવામાં નફો મળશે તેવી લોભામણી વાતો કરી 19.80 લાખની રકમ લઈ લીધી હતી. જોકે તેમાંથી કોઈ નફો ન થતાં છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેમણે સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સાઇબર ક્રાઇમની ટીમે ઇન્દોરથી સત્યનારાયણ ઉફેઁ પવિત્ર શ્રીવાસ્તવ યાદવ, આશિષ મોહનલાલ યાદવ અને રશ્મિ કૌશલ પ્રસાદ સોનીની ધરપકડ કરી છે. આ સાથે તેમણે છેતરપિંડીના પૈસાથી ખરીદેલા દાગીના પણ કબજે લેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here