ઢાઢર નદીના કોઝવે પરથી પસાર થઇ રહેલા ત્રણ શ્રમજીવી યુવાનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા,

0
0

વડોદરાના ઇટોલા પાસેથી પસાર થતી ઢાઢર નદી પર બનાવેલા કોઝવે પરથી પસાર થઇ રહેલા ત્રણ શ્રમજીવી યુવાનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોર પાસે આવેલ ઇટોલા ગામની સીમમાં આવેલી કુવાની ઓરડીમાં મધ્યપ્રદેશ તેમજ દાહોદ જિલ્લાના શ્રમજીવીઓ ઘણા સમયથી રહેતા હતા. માજુભાઇ વનુભાઇ ઉ.વ.19.રાજુભાઇ વનુભાઇ ઉ.વ.22 અને સિકંદર નાનકા પારગી ઉ,વ.23 આ ત્રણેય ઘર વખરીનો સામાન લેવા માટે ઇટોલા જઇ રહ્યા હતા.

તે દરમ્યાન ઢાઢર નદીના કોજવે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ઢાઢર નદીના ધસમસતા પાણીના પ્રવાહ ત્રણે ઇસમો તણાતા માજુભાઈ વજુભાઈને નદી પાસે ઉભેલા ગામના એક ઇસમે બચાવી લીધો હતો અને તેની સાથેના બે યુવકો ધસમસતા પ્રવાહમાં ડુબી જતા ગામ લોકોની નજર પડતા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે શોધખોળ આદરી હતી. વરણામા પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી તેમજ ઇટોલા ગામના તલાટી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાંજ પડતાં ડુબી ગયેલ યુવકોનો કોઈ ભાળ ન મળતા ફાયર બ્રિગેડના જવાનો પરત ફરી ગયા હતા. ઘટના સંદર્ભે વરણામા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here