Thursday, August 5, 2021
No menu items!
Homeદુર્ઘટના : લીંબડીના ચૂડામાં આઠમ કરવા ગયેલા વટવાના 3 યુવક ડૂબ્યા
Array

દુર્ઘટના : લીંબડીના ચૂડામાં આઠમ કરવા ગયેલા વટવાના 3 યુવક ડૂબ્યા

લીંબડી: ચૂડા તાલુકાના જૂની મોરવાડ ગામે અમદાવાદનો પરિવાર નવરાત્રિની આઠમે માતાજીના કર કરવા આવ્યા હતા. ત્યારે સાંજના સમયે 3 યુવક ભોગાવા નદીમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. હજુ ત્રણેય લાપતા હોવાથી ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ઘરી છે.

એકને બચાવવા બીજા બે યુવક નદીમાં કૂદ્યા, ત્રણેય ડૂબ્યા, હજુ લાપતા

મૂળ ચૂડા તાલુકાના જૂની મોરવાડના વતની અને હાલ અમદાવાદના વટવામાં રહેતા પરિવારના સભ્યો માતાજીના નૈવેદ્ય કરવા રવિવારે જૂની મોરવાડ આવ્યા હતા. મોરવાડ અને નવી મોરવાડ વચ્ચે આવેલી ભોગાવા નદીમાં બિજલ ગરિયા (ઉં.વ.40) ન્હાવા પડ્યા હતા. તેઓ ડૂબવા લાગતા બહાર ઉભેલા પરિવારના 13 વર્ષીય અમીત ગરિયા અને 30 વર્ષીય નવઘણ માત્રાણીયાએ તેમને બચાવવા ભોગાવા નદીમાં ઝંપલાવ્યુ હતું, પરંતુ જૂની મોરવાડ ભોગાવા નદીમાં રહેલા ખાડને લીધે ત્રણેય બચાવવા માટે મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા હતા. બનાવની જાણ થતા ગામલોકો એકઠા થયા અને ત્રણેયને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. આ ત્રણેયને બચાવવા સુરેન્દ્રનગરથી ફાયરની ટીમો દોડાવાઇ હતી. જ્યારે આ લખાય છે ત્યાં સુધી ત્રણેય શખ્સોની કોઇ ભાળ મળી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments