રાજકોટ જિલ્લામાં લોઠડા પાસેના ઉનાળામાં ગરમીમાંથી રાહત મેળવવા માટે ત્રણ યુવકો તળાવમાં નહાવા પડ્યાં હતાં. જેમાં ત્રણેય 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 2 યુવાનો પોતાનો જીવ બચાવી બહાર નીકળ્યા અને એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે.
ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા તળાવમાં નહાવા જતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. લોઠડા નજીકના ગરમીમાંથી રાહત મેળવવા તળાવમાં નહાવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાં 2 યુવાનો સહીસલામત બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ અર્જુન મકવાણા નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, 108ની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, ધૂળેટીના દિવસે ભરુચમાં ચાર અલગ અલગ સ્થાનો પર કુલ પાંચ યુવાનોના ડૂબવાની ઘટના સામે આવી હતી. જેમાં માત્ર એક જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે થોડા સમય પહેલા અમદાવાદ અને વડોદરા શહેરમાંથી પણ યુવાનો કેનાલમાં ડૂબવાની ઘટના સામે આવી હતી.