હોળિકા દહન સમયે પધરાવી દો આ 1 વસ્તુ, રાતોરાત બદલાઈ જશે તમારું નસીબ

0
29

9 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ સમયે આપણે સૌ સાંજે હોળિકા દહનમાં સામેલ થઈએ છીએ. હોળીની પૂજામાં ધાણી, ખજૂર, હળદર, નારિયેળ, પાણી સાથેની પરિક્રમા કરવાનો રિવાજ પણ છે. આ દરેક સાથે ખાસ વાતો સંકળાયેલી છે. તમે જ્યારે હોળીની આગની આસપાસ પરિક્રમા કરો છો ત્યારે તે તમારા શરીરના રોગને નષ્ટ કરે છે. આ સાથે તમે તેમાં જે ચીજ પધરાવો છો તે તમારા સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરે છે.

 • હોળીકા દહનનું છે ખાસ મહત્વ
 • હોળીમાં પધરાવો આ ખાસ ચીજો
 • ખૂલશે ભાગ્યના દ્વાર અને ચમકશે નસીબ
 • હોળિકા દહનમાં ઘરના દરેક સભ્યએ હાજર રહેવું. હોળીમાં ઘઉં, ચણા, વટાણા અથવા અળસી ચઢાવીને 7 પરિક્રમા કરવાથી શુભ ફળ મળે છે. ઘરમાં પવિત્રતા આવે છે.
 • વડીલ હોળિકામાં ઘીમાં પલાળેલા લવિંગ, પતાસુ અને પાન ચઢાવે. 3 પરિક્રમા કરે અને સૂકું નારિયેળ હોમે તો પરિવારનું દુઃખ દૂર થાય છે.
 • હોળિકા દહન સમયે ચાંદીના સિક્કા પર હળદરથી તિલક કરીને તમારું ધન હોય તે જગ્યાએ મૂકો, તેમ કરવાથી તમારું ધન ક્યારેય નહીં ખૂટે.
 • હોળિકાનો પવિત્ર અગ્નિ નકારાત્મકતાનો નાશ કરે છે. સાથે જ નકારાત્મકતાથી ઉત્પન્ન થયેલી બદીઓનો નાશ થાય છે.
 • હોળીના દિવસે ગોમતી ચક્રને તમે જ્યાં ધન રાખો છો ત્યાં મૂકશો તો પણ અઢળક લાભ થશે.
 • હોળિકા દહનમાં જતી સમયે તમારી સાથે પીળા કપડાંમાં હળદર બાંધીને લઈ જાઓ. તેને અગ્નિમાં પધરાવવાથી દોષ દૂર થશે.
 • તમારી દુકાન, ઓફિસ કે જે જગ્યાએ તમારો વેપાર કે બિઝનેસ હોવ ત્યાં પ્રગતિ હંમેશા થાય તે માટે ગોમતી ચક્રને લાલ કપડાંમાં વીંટાળીને દુકાન કે ઓફિસના મંદિરમાં રાખો.
 • 2 ગોમતી ચક્ર લઈને એક સાફ કપડાંમાં લપેટી લો. તેની પોટલી બાંધીને ધંધા કે વ્યવસાયના પ્રવેશદ્વાર પર લટકાવો. તેની હકારાત્મક અસર થશે અને ધંધા વ્યવસાયની પણ વૃદ્ધિ થશે.
 • હોળી સમયે એકધારી રીતે ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જરૂરી છે. તે તમને દરેક કામમાં સફળતા આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here